________________
ધ્યાન
: ૨૪૫ : હોય છે તેને ઉદય પણ થાય છે. એ તીર્થકરનામકર્મના ઉદયથી અનેક દે, સુરે અને અસુરે પ્રભુની સેવા કરે છે, તેને અતિ માન આપે છે અને તેની પૂજા અસાધારણ રીતે થાય છે. દેવતાઓ પ્રભુને માટે અતિ અદ્દભુત સમવસરણ કરે છે અને તેમાં પાદપીઠ ઉપર બેસી પ્રભુ દરરોજ એક પ્રહર સુધી ભવ્ય પ્રાણુઓ પર ઉપકાર કરવાની બુદ્ધિથી દેશના આપે છે. તે વખતે બાર પર્ષદા જેમાં દેવ, દાનવ અને મનુષ્યો પિતાની યોગ્યતા પ્રમાણે બેઠા હોય છે તે સર્વ બહુ આનંદથી સાંભળે છે. પ્રભુને ચેત્રીશ અતિશય હોય છે તે સર્વ અતિ એશ્વર્ય બતાવનાર, મહાપુણ્યકર્મસંચયનું ફળ બતાવનાર અને દુનિયામાં પૂજા કરાવનાર હોય છે. સમવસરણમાં જ્યારે પ્રભુ દેશના આપે ત્યારે ચતુર્મુખે બેઠેલા દેખાય છે, (કારણ કે ત્રણ બાજુ ભગવાનની જેવી જ મૂર્તિએ દેવતાઓ સ્થાપિત કરે છે ) અતિ ભવ્યતાદર્શક વાણથી પ્રભુ દેશના આપે છે અને વાણીના અતિશયથી દરેક પ્રાણુને પિતાને ઉદ્દેશીને અને પિતાની ભાષામાં પ્રભુ બોલતા હોય એમ લાગે છે. પ્રભુની દેશના એવી સુંદર રીતે રચાયેલી અને એ સુંદર બેધ કરનારી હોય છે કે એના શ્રવણથી અનેક પ્રાણીઓ મિથ્યાત્વ દૂર કરી સન્માર્ગ પર આવી જાય છે અને પિતાની જાતને પ્રગતિમાં મૂકી દે છે. પ્રભુના જ્ઞાનાતિશય, વચનતિશય, પૂજાતિશય અને અપાયાપગમાતિશય બહુ આકર્ષક હોય છે. અનંત જ્ઞાન હેવાથી દેશના બહુ અર્થ ચુકત અને વચનાતિશયથી વચનના અનેક (૩૫) ગુવાળી ગંભીર નીકળે છે. પૂજાતિશયથી તેઓ જ્યાં જાય ત્યાં તેમની દેવાસુરોથી પૂજા થાય છે, તે સાધારણ પ્રકારથી કે ઉપર ઉપર