________________
થાન
: ૨૪૩ : પણ થયા કરે છે. આવી રીતે વસ્તુતત્વ પર વિચારણા સ્થિર કરવાથી અને એક પર્યાયથી બીજા પર અને એક રોગથી બીજા
ગ પર ગમન કરવાથી પ્રાણી એકત્વવિચારણા સ્થિર કરે છે અને પછી શુકલધ્યાનના બીજા પાયા પર અથવા બીજા એકત્વવિતર્કઅપ્રવિચાર ભેદ પર આરોહણ કરે છે. પ્રથમ પૃથફત્વપણુ ઉપર વિચાર કરતાં કરતાં જ્યારે તેને સ્થિરતા થાય છે અને મનની શુદ્ધિ થાય છે ત્યારે આત્મવીર્યથી તે એકવાણુને વિચાર કરવાને ચગ્ય થાય છે. આ એકત્વવિચારણામાં એક જ
ગથી પરોવાય છે, વસ્તુઓમાં એકત્વ દેખે છે અને તેના પર જ સ્થિરતા થાય છે. અહીં એક યેગમાંથી બીજા યેગમાં સંક્રમણ કરવાનું રહેતું નથી. અહીં એક દ્રવ્ય, એક પર્યાય અને એક પુદ્ગલનું તે દર્શન કરે છે, દ્રવ્યમાં રહેલ પર્યાયમાં ભિન્ન હોવા છતાં રહેલી અંતિમ એક્તા અનુભવે છે અને તેવા વિશિષ્ટ અનુભવને લીધે પ્રથમ જે પૃથત્વનું ભાન તેને થયું હતું તેના કરતાં અતિ ઉદ્દાત સ્થિતિ અનુભવે છે. આ વિશિષ્ટ ધ્યાનથી તેનામાં એટલે બધે વધારે થઈ જાય છે અને શુદ્ધિ એટલી સારી થઈ જાય છે કે અત્યાર સુધી સર્વ વસ્તુઓને બેધ થઈ શકે એવું જ્ઞાન આવરણ પામ્યું હતું તે આવરણ આના પ્રભાવથી ખસી જાય છે અને આવરણ દૂર થયે અંદર રહેલ અચિંત્ય પ્રભાતેજયુક્ત સૂર્યને પ્રકાશ પ્રગટ થાય છે. આ દ્વિતીય વિભાગને તેટલા માટે એકત્વવિતર્ક અપ્રવિચાર ધ્યાન કહેવામાં આવે છે. અહીં પૃથકત્વવિચારમાં અને એકત્વવિચારમાં દ્રવ્યની ચિંતવના થાય છે તે શાસ્ત્રાધારપૂર્વક થાય છે અને તેવી સ્થિર વેગથી વિચારણા કરવાની