________________
ધ્યાન
: ૨૪૧ ચોગ તે હોય છે,) તેથી એક દષ્ટિથી જોઈએ તે પ્રથમના બે ભેદ સાલંબન શુકલધ્યાન કહેવાય અને અંતિમ બે ભેદ કૈવલ્યદશાવાળાને હોવાથી નિરાલંબન શુકલધ્યાન કહી શકાય. આપણે આ ચારે ભેદને બરાબર વિચારી જઈએ.
આ શુકલધ્યાનના ચાર ભેદનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે–પૃથત્વવિતર્કસપ્રવિચાર, એકલવિતર્કઅપ્રવિચાર, સૂફમકિયાઅપ્રતિપાતી અને સમુછિન્નકિય અથવા વ્યુપરતકિયા અનિવૃત્તિ. પ્રથમ વિભાગ ત્રણ
ગવાળાને હોય છે, બીજો વિભાગ એક ગવાળાને હેય છે, ત્રીજે વિભાગ તનુયેગવાળાને હોય છે અને ચોથે વિભાગ અગીને હોય છે. પ્રથમના બે વિભાગમાં ઉત્કૃષ્ટ કૃતજ્ઞાન હેય છે, બાકીના બે વિભાગમાં કેવલ્યજ્ઞાન હોય છે. હવે અહીં પ્રથમના બે ભેદમાં ચિત્તની શી દશા હોય છે તે જરા લક્ષ્ય પૂર્વક તપાસીએ. અહીં જે ભાવ બતાવવાનું છે તે અતિ સૂક્ષમ હવાથી બહુ વિચાર કરીને તે સમજવા એગ્ય છે.
પ્રથમ પૃથકૃત્વવિતર્કસપ્રવિચાર નામના શુક્લધ્યાનના ભેદમાં પૃથકને આશ્રિત થયેલા વિતર્ક જે વિચાર તે થાય છે. પૃથપણું એટલે જૂદા જૂદા હેવાપણું, વિતર્ક એટલે શ્રત, અર્થ, વ્યંજન અને રોગના સંક્રમણને વિચાર કહેવામાં આવે છે. એક અર્થ એટલે પદાર્થને વિચાર કરીને થોડા વખત પછી બીજા પદાર્થને વિચાર કર, એક પદાર્થ પર થોડા વખત સુધી બરાબર નિરીક્ષા કરવી એ પદાર્થસંક્રમણ કહેવાય છે. એક શબ્દ પર વિચાર કરીને બીજા શબ્દ પર સંક્રમણ કરવું
-
૧૬