________________
વિકાસક્રમમાં નાધિક્રય
: 3:
માન સ્થિતિના કરતાં વિશેષ સારી સ્થિતિ પ્રાપ્ત કરવાનુ' રહે છે અને તેને માટે પેાતાની ચેાગ્યતા અને પ્રકાશ અનુસાર સાધના તે એકઠાં કરવા મથે છે. વિકાસક્રમમાં ન્યૂનાધિકય
*વિકાસક્રમમાં પ્રત્યેક પ્રાણીઓમાં ન્યૂનાધિક્ય સ્પષ્ટ જોવામાં આવે છે અને તેનુ કારણ પણ તેવું જ વિચિત્ર છે. સાધ્યનુ અજ્ઞાન, તેનું અચેાકસપણુ, તેને પ્રાપ્ત કરવામાં અસ્થિરતા, પ્રયત્નની ખામી, અવાંતર, આંતર અને બાહ્ય પ્રત્યવાયા આવે તેની સામે થવાની અશક્તિ અને દૃઢ ભાવના તેમ જ વિનિયોગની ગેરહાજરીઆવાં કારણેાને લીધે પ્રત્યેક પ્રાણીના વિકાસક્રમ છે. વધતા સ્પષ્ટ જણાય છે, છતાં એવી સ્થિતિ દરમ્યાંન પશુ પ્રત્યેક પ્રાણી પેાતાના વિકાસ પ્રમાણે સુખનેા ખ્યાલ કર્યા કરે છે અને તેને પ્રાપ્ત કરવા સાધના એકત્ર કરે છે. વર્તમાન જીવનથી વિશિષ્ટ જીવન ભાગવવાની પ્રબળ ઈચ્છા તેના સ્થળ અથવા વિપુળ આકારમાં પ્રત્યેક પ્રાણીમાં હાય છે એટલી વાત આટલા ઉપરથી સ્પષ્ટપણે સમજાય છે. સુખ શું છે
* વિકાસક્રમ એટલે Stages of Evolution. અહીં પ્રત્યેક પ્રાણી વિકાસમાં કેટલી હદે વધેલ છે તે પર વિચારણા છે. ઊલટી ક્રિયા કરવાથી વિકાસમાં હાનિ થવા ઉપરાંત અધઃપાત પણ થાય છે તે વાત ધ્યાનમાં રાખવાની છે. એક દૂર વિકાસ આગળ જ વધ્યા કરે છે એમ સમજવાનું નથી. Theory of Evolution ઉત્ક્રાન્તિવાદ અને જૈન ઉત્ક્રાન્તિવાદમાં આ માટે તફાવત છે. જૈન પ્રતિમામાં વચ્ચે ઊલટી ક્રિયા થાય તે પાત પણ થાય છે અને ચઢેલ સેાપાન પાછા ઊતરી જવાય છે એ ખાનમાં રાખવાનું છે.