________________
૪ ૧૭૪ :
જૈન દષ્ટિએ યોગ બેસીને અંતરાત્માને પ્રશ્ન કરવાથી ઇવનિદ્વારા પણ કાળને નિર્ણય થઈ શકે છે. એને ઉપકૃતિથી કાળનિર્ણય કરેલે કહેવામાં આવે છે. પ્રશ્ન મૂકીને લગ્ન દ્વારા પણ કાળજ્ઞાન થાય છે. છાયાજ્ઞાનથી, યંત્રની કલ્પનાથી અને યંત્રમાં સૂર્ય ઉદય વખતે અમુક પ્રકાર જેવાથી પણ કાળનિર્ણય થઈ શકે છે. વળી એક વિદ્યાપગ પણ કાળનિર્ણય માટે બતાવ્યું છે. એ પ્રયોગમાં અમુક અક્ષરની ઘટના કરી સવારમાં છાયા લગ્ન જેવાને વિધિ બતાવ્યું છે અને તેમાં જે દેખાય તે પરથી કાળનિર્ણય થઈ શકે છે. જય પરાજયને નિર્ણય કરવા તથા બીજી બાબતેના ભવિષ્ય જ્ઞાનને અને જ્યારે કેઈ પ્રશ્ન કરે ત્યારે નાડીસંચારથી અમુક વિધિએ તેની કાર્યસિદ્ધિનું જ્ઞાન આપી શકાય છે. આવી રીતે પ્રશ્ન મૂકવાનો રિવાજ હજુ પણ ઘણી જગ્યાએ જોવામાં આવે છે. નાડી ક્યા પ્રવાહમાં વર્તે છે તેને નિર્ણય બિંદજ્ઞાનથી થઈ શકે છે અને અભિમત નાડી ન હોય તે તેને બદલવાના રસ્તા પણ બતાવવામાં આવ્યા છે અને નાડીની શુદ્ધિને વિધિ પણ બતાવવામાં આવેલ છે. નાડી પર અંકુશ મેળવતાં પર પુરપ્રવેશ પણ થઈ શકે છે એટલે હાથીઘેડા અથવા અન્ય મનુષ્યના શરીરમાં પ્રવેશ કરી તદ્દદ્વારા અનેક કામ કરી શકાય છે, જૂદાં જુદાં રૂપ ધારણ કરી શકાય છે અને અનેક પ્રકારની કીડા થઈ શકે છે. પાપની શંકાથી જીવતા મનુષ્યના શરીરમાં પ્રવેશ કરવાનો નિષેધ કર્યો છે. - આ ઉપરાંત નાડી જ્ઞાનથી ગર્ભમાં રહેલા બાળકનું જ્ઞાન થઈ શકે છે. આ વિષય પર લખાયેલા ગ્રંથમાં નાડીનું અચિંત્ય સામર્થ્ય બતાવવામાં આવ્યું છે અને તેની શુદ્ધિને માર્ગ