________________
૧ ૧૬૨ કે
જૈન દષ્ટિએ યોગ કહે છે. પુદ્ગલાનદીપણાની ટેવથી અત્યાર સુધી જે બાહ્ય ભાવને પ્રાણ સાધ્ય તરીકે ગણતે હતે તેના ત્યાગથી છેડે વખત ચેતનજી આનંદ અનુભવે છે, સમતાસુખની વાનકી પ્રાપ્ત કરે છે અને તેવા વખતમાં ધીમે ધીમે આત્મવિચારણ કરતાં પરસ્પર ભાવનું ચિંતવન થાય છે અને વસ્તુતત્વને વિચાર કરતાં આગળ વધેલા ગુણ પ્રાપ્ત કરવા વિચાર થાય છે અને ભાવનાદષ્ટિ વિસ્તૃત અને વિશાળ થતાં તે ગુણે પ્રાપ્ત કરવાની સ્થિતિમાં સર્વને મૂકાય છે. સામાયિક એવી સુંદર વ્યવસ્થિત જૈન પ્રવૃત્તિ છે કે એના સંબંધમાં બહુ લખી શકાય તેમ છે અને અન્યત્ર તે પ્રયત્ન આ લેખકે કર્યો છે. (જુઓ શ્રી જૈન ધર્મ પ્રકાશ પુતક બાવીશકું.) એ અતિ ઉપયોગી વિષય ઉપર અત્ર બહુ લખવાની જરૂર વિસ્તારમયથી લાગતી નથી, પરંતુ સામાયિક કરવાની ટેવ પાડી કાંઈ વિશિષ્ટ સુખના અનુભવની ખાતરી કરવાની, તેને અનુભવ કરવાની અને તેને માટે વૃદ્ધિ પામતે પ્રયત્ન કરવાની બહુ જરૂર છે. એમાં સાવધ કમેને ત્યાગ થતું રહેવાથી સાંસારિક ખટપટ ઓછી થઈ જાય છે અથવા તદ્દન બંધ થઈ જાય છે અને મનવચનકાયાના ગે પર ધીમે ધીમે અંકુશ આવતે જાય છે. દુનિયાના અનેક સપાટાઓ વચ્ચે ઊભું રહી અવકાશના વખતમાં સમતાને અનુભવ કરે છે તે જાણે સહરાના રણની ગરમીમાં શાંતિ સ્થાન(Oases) ના જેવું લાગે છે અને તે વખતે ચેતન એવી વિપુલ સુખસ્થિતિ અનુભવે છે કે એને અભ્યાસ કરવાથી, ટેવ પાડવાથી, પ્રક્રિયામાં મૂકવાથી બહુ આનંદ આવે તેમ છે. સાધ્યની સમીપતા કરવા માટે આ બહુ ઉપયોગી વિષય છે અને એને લક્ષ્યમાં રાખવા ખાસ આગ્રહ છે.