________________
નિયમ
: ૧૫૫
વિચારણા કરવામાં આવે તે આ વિષયનું મહત્ત્વ ખરાખર લક્ષ્યમાં આવે તેમ છે. સ્મૃતિભંગથી કરેલ નિયમ વિસારી દિશાનું ઉલ્લ’ઘન થઈ જાય, નિયમિત ભૂમિ બહાર આદેશ કરી અન્યને માકલવામાં આવે અને એક તરફ દિશા ઘટાડી ખીજી તરફ્ વધારવાના ગોટા વાળવાની વૃત્તિ થાય એ સ` આ દ્વિવિધ ત્રિવિધે ઉચ્ચરેલા ગુણુવ્રતને માટે ત્યાજ્ય છે, દોષરૂપ છે અને એવા દેાષાને જૈન પરિભાષામાં અતિચાર કહે છે.
બીજા ગુણુવ્રતમાં ભાગઉપભોગની વસ્તુઓના સંબંધમાં ચેાન્ય નિયમને સમાવેશ થાય છે. એક જ વાર વપરાતી ભાગ્ય વસ્તુ અને વારવાર વપરાતી ઉપભાગ્ય વસ્તુને અંગે બહુ નિયમ કરવાની જરૂર છે. તેમાં પણ મદ્ય, માંસ જેવા અતિ કનિષ્ઠ પદાર્થા, જે ખાવાથી બુદ્ધિની તુચ્છતા થાય, હૃદયબળ નરમ પડે અને મગજ બહેર મારી જાય તેને તે એકક્રમ ત્યાગ કરી દેવા જોઇએ. એવી વસ્તુના ઉપયેગથી સ રીતે હાનિ છે. દારુ પીનારની થતી માઠી સ્થિતિ પર વિચાર કરતાં જ્યારે તે મગજ પર પેાતાના કાબૂ ખાઈ બેસે છે ત્યારે તેના જે બેહાલ થાય છે તેના ખ્યાલ કરતાં અને દારુ જેવી વસ્તુ દરરાજને માટે મગજને કેટલુ ઉશ્કેરાયલું બનાવી મૂકે છે તેને અન્ય મનુષ્યદ્વારા અનુભવ કરતાં એક વ્યવહારુ માણુસ તરીકે પણ તેના ઉપયોગ કરવા ઉચિત લાગતા નથી અને માંસ કે જે પારકા શરીરને વિભાગ છે તેનાથી આપણા પેાતાના શરીરનું પાષણ કરવાના આપણને શે અધિકાર છે ? માંસભક્ષણમાં અનેક દૂષણા છે, પણ જ્યારે તે ખાવાના આપણા અધિકાર જ નથી તે પછી તેનાં ાની વિચારણા કરવાની જરૂર જ શી છે ? અનંત