________________
૫૭
આત્માની વિભાવ દિશા નામે રાખે છે. વળી શ્રતાપગ હંમેશાં સવિકલ્પક હોવાથી શ્રતજ્ઞાનની માફક શ્રદર્શન પણ હોઈ શકતું નથી. એ પ્રમાણે મનઃપયવ દર્શન પણ ન હોય. કારણ કે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવામાં આવે તે મન:પર્યવજ્ઞાન એ અવધિજ્ઞાનને જ વિશેષ વિકાસ છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એક જ ઉપગની બે ભૂમિકાઓ છે. મનોદ્રવ્યને આત્માથી પ્રત્યક્ષ દેખે છે ત્યાં સુધીની ભૂમિકા તે અવધિજ્ઞાનની છે. અને તેના ઉપરથી ચિંતનીય વસ્તુનું અનુમાન કરવા ટાઈમે મન ૫ર્યવજ્ઞાન કહેવાય છે. ચિંતનીય વસ્તુનું અનુમાન તે સવિકલ્પક છે. એટલે તેમાં દર્શન હેઈ શકે નહિ. મને દ્રવ્યને દેખવા ટાઈમે દર્શન હેય, પણ તે તે અવધિદર્શનમાં ગણાય. એટલે મન:પર્યવદર્શન હેઈ શકતું નથી.
વળી મતિ–શ્રત અને અવધિની માદ્ધ ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શનમાં સમ્યક્ તથા મિથ્યાના ભેદ પણ હોઈ શક્તા નથી. કારણ કે મિથ્યાપણું તે સવિકલ્પક ઉપગમાં જ ઘટી શકે છે. નિર્વિકલ્પ ઉપગમાં મિથ્યા હોઈ શકતું નથી. માટે દર્શનપગમાં સમ્યક્ કે મિથ્યારૂપ ભિન્નતા છે જ નહિ.
હવે ચારિત્ર અંગે વિચારતાં આત્માની સર્વદાને માટે થયેલી સંપૂર્ણ રાગદ્વેષ રહિત અવસ્થા તે ક્ષાયિક ચારિત્ર છે. ક્ષાયિક ચારિત્રના ગે સ્વશક્તિ ચેતના અને વીર્યાદિની પરિણતિનું પ્રવર્તન, સ્વભાવમાં જ હોય છે. આવા રાગ