________________
કમ ગ્ય વર્ગણાની, કર્મબંધ અને ઉદય (કમને ભેગ્યકાળ) ની, ઉદયમાં આવવા પહેલાં પણ બદ્ધકર્મો પર છવદ્વારા થતી વિવિધ ક્રિયાની, કર્મબંધના કારણની અને નિર્જરાછવથી કર્મને અલગ કરવાની) ના ઈલાજની, કર્મના કારણે આવૃત થતી આત્માની શક્તિઓની, કઢ અને શિથિલબંધના કારણની, કમબધાદિકના વિષયમાં ભાગ ભજવતી આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહજનિત બાહ્યશુભાશુભ ક્રિયાના વિષયની, કર્મના કારણે આત્માને પ્રાપ્ત થતી સંસારિક અનુકૂળ-પ્રતિકૂળતાની, પ્રાણિની વિવિધ પ્રકારે થતી શરીર રચનાની, તથા પાણી–અગ્નિ–પહાડ–નદી–સૂર્ય_ચંદ્ર આદિમાં પણ સંસારી જીવ હોવાની અને તે તે સ્વરૂપે વર્તતી શરીર રચનામાં તે તે શરીરને ધારણ કરનાર જીવના જ પ્રયત્નની, ઈત્યાદિનું વાસ્તવિક અને વિશદ વર્ણન જૈન દર્શનકથિત કર્મવાદદ્વારા જેટલું જાણવા મળે છે, તેટલું ઈતરદર્શન સાહિત્યમાં મળી શકતું નથી.
આત્માની વિકસિત દશાને જાણે તેને પ્રાપ્ત કરવાની જેટલી. આવશ્યક્તા છે, તેટલી જ આવશ્યક્તા આત્માના વિકાસનો રોધ કરનાર કર્મના વિષયને પણ યથાર્થપણે સમજવાની છે. કર્મ એ તો પર દ્રવ્ય છે, માટે તેના આશ્રવ-બંધ–નિર્જરાના કારણોને સમજવામાં ઉપેક્ષા વૃત્તિ રાખી, તેના હેય-ય અને ઉપાદેયના વિવેકને ચૂકી જઈ કેવળ રોડ રોડ ઈત્યાદિ શબ્દોચ્ચારની શોભાને ધારણ કરનાર શુષ્ક અધ્યાત્મવાદીઓ પણ આત્મવિકાસને સાધી શકતા નથી.
બાહ્ય શરીરની આરેગ્યતાને ઈચ્છક, કેવળ શરીરની આરોગ્ય દશાની જ સમજ રાખીને બેસી રહે, પરંતુ આરોગ્યને બગાડનાર વિવિધ બિમારીઓથી, તે બિમારીઓને પેદા કરનાર વિવિધ સંગથી, બિમારીઓથી બચવા રાખવી જોઈતી સાવચેતીઓથી, ઉપસ્થિત બિમા