________________
-૩૪
જૈન દર્શનને કર્મવાદ
-
- -
એટલે ઈન્દ્રિય તથા મનજન્ય જ્ઞાનવ્યાપારના પ્રાથમિક અપરિપક્વ અંશને મતિજ્ઞાન અને ઉત્તરવસ્તી પરિપક્વ અથવા સ્પષ્ટ અંશને શ્રતજ્ઞાન કહેવાય છે.
શબ્દજન્ય કે સંકેતજન્ય પદાર્થને ખ્યાલ એટલે કે શોદ શ્રવણ દ્વારા, લેખિત શબ્દ જેવા દ્વારા, અથવા તે શિર કંપન–હસ્તધૂનન આદિ અન્ય કરેલા સંકેત દ્વારા પદાર્થને ખ્યાલ જેનાવડે જીવને આવે, અગર તે ઈન્દ્રિચેના સ્પર્શરસ–ગંધ અને રૂપના વિષયેનું મતિજ્ઞાન થયા બાદ તે વિષયયુક્ત પદાર્થના શબ્દનો ખ્યાલ–અર્થની ઉપસ્થિતિ–અર્થને બેધ જે ચેતન્ય શક્તિવડે થાય તેને શ્રત જ્ઞાન કહેવાય છે.
અહિં શબ્દને સાંભળવે તે શ્રોત્રેન્દ્રિયનું અવગ્રહાદિ મતિજ્ઞાન છે. સંસાક્ષર, ચેષ્ટા, સંકેત, નજરે આવે કે પદાર્થના રસ–સ્પગંધને ઈન્દ્રિય સાથે સંબંધ થાય તે પણ તે તે ઈન્દ્રિયનું અવગ્રહાદિ મતિ જ્ઞાન છે. પણ તે દ્વારા અર્થબોધ થાય તે મૃત જ્ઞાન છે.
વાચક શબ્દ ઉપરથી વાચ્યનું જ્ઞાન કરાવવાવાળી અગર વાચ્ચ ઉપરથી વાચક શબ્દનું જ્ઞાન કરાવવાવાળી ચૈતન્યશક્તિ તે શ્રત જ્ઞાન છે.
શાંતિલાલ શબ્દ જે મનુષ્ય માટે વપરાતું હોય તે મનુષ્યને ખ્યાલ, શબ્દ શ્રવણથી જે તન્ય શક્તિ વડે આવે છે તે ચૈતન્ય શક્તિને શ્રત જ્ઞાન કહેવાય છે.