________________
સંવર-નિરા અને મેક્ષ
૨૧ ઇજિયેના વિષચની અભિલાષા દૂર કરી શાન્ત પરિણતિથી સિદ્ધાંન્તમાં કહેલ વિધિ પ્રમાણે લૈકિકફળની ઈચ્છા સિવાય જે તપ થાય તે વિશદ્ધતપ છે. નિઃસંગ અને મોહરહિત આત્મતત્ત્વમાં એકતારૂપ, બાધક પરભાવરૂપ આહારદિના ગ્રહણને નિવારણ કરનાર જે તપ તેજ શ્રેષ્ઠ છે.
કટલાક અજ્ઞાની મનુષ્ય બાહ્યતપનો અનાદર કરે છે. તેવાએ તે બાહ્યતપને બરાબર સમજ્યા જ નથી હોતા. જ્ઞાનીઓએ તે કહ્યું છે કે –
પ્રાયશ્ચિત્તાદિ ભાવતપ (અત્યંતરતપ) ને પરિણામ તે સ્વરૂપમાં તન્મયતા છે. અને તે તપથી સકલકર્મને ક્ષય થાય છે. તે પણ અંતરંગતપની વૃદ્ધિનું કારણ અનશનાદિ બાહ્યતા પણ ઇષ્ટ છે. કારણ કે દ્રવ્ય (બાહ્ય) તપ તે ભાવ (અત્યંતર) તપનું કારણ છે.
જેઓ જાણે છે કે આ ભવમાં જ અમારે મેક્ષ થવાને છે, એવા અરિહંત પરમાત્મા પણ છદ્મસ્થ અવસ્થામાં ઘોર તપશ્ચર્યાઓ આદરી નિરાધર્મ પ્રગટ કરી સર્વશપણું પ્રાપ્ત કરે છે.
બાહાતપ અને અત્યંતર તપ અને પરસ્પરેત્પાદક છે. એટલે બાહ્યતપથી અભ્યતર તપ પ્રગટ થાય છે, અને અભ્યતર તપથી તે બાહ્યતપ અવશ્ય પ્રગટ થાય જ છે. છતાં કે બાહ્યતપ ઈટ છે, તે બતાવતાં મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સ્વરચિત પદ ના પહેલા શ્લેકમાં જ કહ્યું છે કે