________________
૪૧૬
-
-
-
-
-
-
-
-
-
-
-
જૈનદર્શનને કર્મવા દ અનુક્રમે વિશેષ વિશેષરૂપે સાધન રૂપ છે. ચોથું ચારિત્ર તે રાગદ્વેષથી અલ્પ સમયમાં જ મુક્ત થવાવાળી આત્મ દશા છે. અને પાંચમું ચારિત્ર તે રાગદ્વેષના સંપૂર્ણ વિજયવાળી આત્મદશા છે.
- આ પાંચે ચારિત્ર છે તે સામાયિક સ્વરૂપે જ, પરંતુ અવસ્થાભેદે તે જુદી જુદી સંજ્ઞાથી ઓળખાય છે. અહિ” પાંચ મહાવ્રત ગ્રહણ રૂપ સર્વવિરતિ તે “સામાયિક ચારિત્ર” છે. પહેલા તથા છેલ્લા તીર્થંકરના શાસનમાં લઘુ દીક્ષા (સર્વવિરતિપણું) આપી છજજીવનિકાય અધ્યયન ભણ્યા. બાદ વડી દીક્ષા અપાય છે, તેને તથા મધ્યના બાવીશ તીર્થકરોના શાસનમાં કેઈમહાવ્રતોનો ઘાત કરવા ટાઈમે જ સાધને પૂર્વપર્યાયને છેદ કરી નવા પર્યાયનું ઉપસ્થાપન. કરાવે એટલે કે ફરી મહાવ્રત ઉચ્ચરાવે તેને બે છેદપસ્થાપનીય સામાયિક ચારિત્ર કહેવાય છે.
ગુરૂની આજ્ઞા પૂર્વક નવ સાધુઓ અમુક ટાઈમ સુધી ગચ્છ બહાર નીકળી પરિહાર ક૯૫” અંગે શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસાર તપશ્ચર્યા કરી ચારિત્રની જે વિશદ્ધિ કરે છે. તેને પરિવાર વિશુદ્ધિ સામાયિક ચારિત્ર કહેવાય છે.
સૂક્ષ્મ જ કષાયના ઉદયવાળી અવસ્થા તે “સમસંપરાય સામાયિક ચારિત્ર” કહેવાય છે.
મેહનીય કર્મને સર્વથા ઉપશમ થવાથી કે સર્વથા આત્મામાંથી ક્ષય થવાથી વર્તાતી જે આત્મદશા તેને યથાખ્યાત સામાયિક ચારિત્ર કહેવાય છે.