________________
૩૯૨
જૈન દર્શન કર્મવાદ
કરવું અને ઉપરોક્ત પૃથ્વી આદિ જીવોની હિંસામાં પાપ નહિં માનવું એ તે કેવલ પૂછપતિઓનું જ રક્ષણ કરનાર રાજ્યના અન્યાય જેવું ગણાય. પરંતુ જૈનદર્શનમાં એવું નથી. અહિં તે કહે છે કે સર્વ જીવોની રક્ષા માટે ઈદ્રિયોની પ્રવૃત્તિનાં પચ્ચકખાણું કરે ત્યારે જ પૂરેપૂરી અવિરતિ ટાળી ગણાય. અને તેથી જ જીનેશ્વર ભગવતે પૃથ્વીકાય—અપકાય –તેઉકાય વાઉકાય–વનસ્પતિકાય અને ત્રસકાય એ છએકાયની હિંસામાં થતી ઇંદ્રિની પ્રવૃત્તિના જ અનિયંત્રણને અવિરતિ કહી છે. તે અવિરતિના બાર ભેદમાં પાંચ ઇન્દ્રિય અને મન એ છએનું અનિયંત્રણ અને પૃથ્વીકાય વિગેરે છ કાયની હિંસા બતાવી. એ બારે પ્રકારની અવિરતિથી સંપૂર્ણપણે વિરામ પામનાર તે મહાવ્રતધારી કહેવાય છે. મહાવ્રત પાંચ છે. (૧) પ્રાણાતિપાત વિરમણ (૨) મૃષાવાદવિરમણ (૩) અદત્તાદાન વિરમણ (૪) મૈથુન વિરમણ અને (૫) પરિગ્રહ વિરમણ. આમાં પહેલું મહાવ્રત હિંસાથી સંપૂર્ણ વિરમવા રૂપ છે. પરંતુ હિંસાની વિશાળ વ્યાખ્યામાં અસત્ય, ચેરી, અબ્રહ્મ, અને પરિગ્રહ એ બધા દે સમાઈ જતા હોવાથી એ પાંચેનાં પચ્ચકખાણ તે ખરી રીતે તે હિંસાનાંજ પચ્ચકખાણ છે. તે પણ અસત્યાદિ ચાર પ્રવૃત્તિ હિંસાને ઉત્પન્ન કરનાર હોવાથી તે પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થતી હિંસા વડે દેષિત થઈ ન જવાય તે માટે હિંસા, અસત્ય, ચોરી, અબ્રા અને પરિગ્રહ એ પાંચે પ્રવૃત્તિનાં પચ્ચકખાણ કરવાં જરૂરી હોઈ મહાવ્રત પાંચ ઉચ્ચરાય છે.