________________
-
-
કર્મબન્ધના હેતુઓ
૩૭૯૯ કર્મને આશ્રવ અવશ્ય થાય છે. અને તે કારણથી જ સ્વયંભૂરમણ સમુદ્રના મસ્યલક્ષણને, તે સમુદ્રના જળપાનને, પૂર્વ છેડેલા શરીરના પુદ્ગલથી અને શસ્ત્રોથી થતી હિંસાને અને પૂર્વભામાં સંગ્રહિત પરિગ્રહના મમત્વ ભાવને કર્મઆશ્રવ આ ભવમાં પણ જીવને થાય છે,
વર્તમાન ભવમાં બીન ઉપગી પદાર્થોનું પ્રત્યાખ્યાન નહિ કરનારને અને અનાદિકાળથી આ સંસારચકમાં અનંતીવાર કરેલ પૂર્વભવોના મરણ સમયે રાગ પૂર્વક છેડીને આવેલ સ્વશરીરે, શસ્ત્રો અને પરિગ્રહના મમત્વભાવને હજુ પણ નહિ સિરાવનાર ને અવિરતિ થી થતે કર્ણાવ ચાલુ જ રહેવાને. આવી અવિરતિને. અવિરતિ તરીકે નહિ માનનાર મિથ્યાત્વી કહેવાય છે.
અહિં શંકા કરે કે પદાર્થ તે કર્માશ્રવને. હેતું નથી, પરંતુ પદાર્થપ્રત્યેનો રાગ કે દ્વેષ જ કર્માશ્રવને હેતુ છે. તે વર્તમાન ભવમાં જે પદાર્થના ઉપયોગ. અંગે વિચાર-વાણી કે વર્તનને સંભવ પણ ન હોય, જે ચીજને જાણ પિછાણું પણ ન હોય, તેવા વિષયઅંગેના. રાગદ્વેષવિના કર્મબંધન શી રીતે લાગે?
અહિં જે વસ્તુ અંગે કયારેય પણ સંબંધ થઇ અશક્ય છે, એમ નિશ્ચય હોવા છતાં પણ તે વસ્તુ અંગે. નું પ્રત્યાખ્યાન (શપથ લેવા જીવ તૈયાર થતો નથી એજ તેનું અવિરતિ પણું છે.