________________
જૈન દર્શનને કર્મવાદ
-
-
-
-
-
-
-
-
છે. જ્ઞાન આત્માને મુખ્ય ગુણ છે. યને જાણવું તે જ્ઞાનને ધર્મ છે. વિવક્ષિત સમયમાં કેવળજ્ઞાન વડે અનન્ત અતીત -વર્તમાન અને અનાગત ધર્મ સમજી શકાય છે. તેમાં જે હુઆ–હસે અને છે તે ધર્મ ફેયના છે. પરંતુ તે સર્વને જાણવાનો ધર્મ જ્ઞાનમાં છે. તે જ્ઞાન દ્વારા જ આત્મા, બ્રૂત-ભવિષ્ય અને વર્તમાન કાળમાં છતા અને અછતા સર્વ પદાર્થોને એક સાથે જાણે છે, અને દેખે છે.
જે અતીત કાળમાં હુઆ છે; અને ભવિષ્ય કાળમાં હશે તે અછતા પદાર્થ કહેવાય છે.
અતીત અને ભાવિ સર્વ પદાર્થ પિતતાના સમયમાં જે પ્રકારે રહે છે તે પ્રકારે વર્તમાન કાળમાં કેવળજ્ઞાની, કેવળજ્ઞાન દ્વારા જાણે છે. જે એ જ્ઞાન એક જ સમયમાં એકી સાથે સર્વ પદાર્થોને જાણી શકતું ન હોય તે તે એક પણ પદાર્થને કેઈસમયે. જાણી શકે નહીં. કેમકે એક પદાર્થમાં અનન્ત પર્યાય હોય છે, તે સર્વને કેવળજ્ઞાન જે એક પછી એક ક્રમથી જાણવા માંડે છે. તે દીર્ઘકાળ સુધી પણ જાણી ન રહે માટે ત્રણે કાળના સર્વ પદાર્થોને એક સમયમાં જ કેવળજ્ઞાન જાણું શકે છે.
જ્ઞાનઉપયોગ, અને દર્શનઉપયોગ દ્વારા આત્મા, પિતાની શક્તિને પ્રકાશિત કરે છે. અને વિશ્વના સમસ્ત પદાર્થોને જ્ઞાન અને દર્શન દ્વારા જાણે છે. તથા દેખે છે. આટલે વિકાસ જ્યારે આત્માને થઈ જાય ત્યારે તેને પૂર્ણ વિકાસ થયે સમજે. અને ત્યારે જ તે પૂર્ણજ્ઞાની ચા