________________
જૈન દર્શનનો. કર્મવાદ
પ્રકરણ ૧ લું આત્માની સ્વભાવ દશા અસંખ્ય પ્રદેશી એવું છવદ્રવ્ય તે જ્ઞાન-દર્શન–અને ચારિત્રાદિ અનંત ગુણયુક્ત છે. તેના પ્રત્યેક ગુણમાં અનંત પર્યાય છે. તે સર્વ જીવદ્રવ્યની સાથે અવિનાશી ભાવથી સંબંધિત છે. દરેક જીવે પોતાના આત્માના વિષયમાં એવુ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ આત્માને બન્ધનથી મુક્ત કરવાને માટે પ્રયાસ કરી શકાય છે. જેમ લક્ષ વિના છોડેલું બાણ નિરર્થક છે, તેમ આત્મસ્વરૂપના લક્ષ વિના કરાતી સર્વ પ્રવૃત્તિઓ નિરર્થક બને છે.
આત્મ સ્થિતિ પર વિચાર કરવાના સમયે, દષ્ટિ બે સ્થિતિઓ પર જાય છે.
(૧) સ્વભાવ સ્થિતિ અને (૨) વિભાવ સ્થિતિ.
શુદ્ધચેતના ભાવની મર્યાદામાં આત્માની જે સ્થિતિ હોય છે, તે સ્વભાવ સ્થિતિ છે. એવી સ્વભાવ સ્થિતિની વિપરીત જે સ્થિતિ વતે છે, તે વિભાવ સ્થિતિ છે. સ્વભાવ સ્થિતિને વિચાર જાગૃત થાય તે જ. બ્રિભાવ સ્થિતિને વિભાવ રૂપમાં સમજી શકાય છે. પ્રકાશના સ્વરૂપને સમજે