________________
*
રાક
જૈન ધર્મને અનુરૂપ કાર્યોમાં દિવ્ય સહાયક થતા હોય તો પણ તેવા સ્થાનને સંસર્ગ, સર્વજ્ઞકથિત માર્ગથી તો ભ્રષ્ટ જ કરે છે, આજે આ બધું આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ અને અનુભવીએ છીએ.
આજે અગ્નિસ્નાનાદિ આપઘાતના થતા સ્ત્રીઓના કિસ્સાઓ તે મુખ્યત્વે ને ધર્માધ અને અધ્યાત્મસંસ્કારહીન સાસરીયાંના અત્યાચારેનું જ પરિણામ છે. % મને બળવાળી સમજુ મહિલા તેવા અત્યાચારને સહન કરીને પણ આપઘાતનુ દુષ્કૃત્ય કરવા નો પ્રેરાય તે પણ અજ્ઞાન સાસરીઓનાં હેણું ટાણું સાંભળી, ઘાટી જેવી પાકી મજુરી કરવાની સજા તો તેમને ભોગવવી જ પડે છે. આવા સમયે બાલ્યવયમાં માતાપિતાને ત્યાં પામેલ ધર્મસંસ્કારને વિકસીત કરવાના સમયની તો આશા જ કયાંથી રખાય ?
ઓટીબાઈને સાસરાપક્ષ ધાર્મિક સંસ્કારોથી વાસિત હતે. પિતાની પુત્રવધુ તે ભગવાન જિનેશ્વરદેવે કથિત સંયમમાર્ગે પ્રયાણ કરે તેમાં તેઓએ ગૌરવ માન્યું. પિતાની પુત્રવધુની ઈચ્છાને સત્કારી અને પ્રોત્સાહન આપ્યું. અને ઓટીબાઈ એ સં. ૧૯૭૬ના વૈશાખ સુદિ તેરસે બડી ધામધૂમપૂર્વક પાદરલી મુકામે પરમપારમેશ્વરી પ્રવજ્યા અંગીકાર કરી સાધ્વીજી મહારાજશ્રી ધનશ્રીજી (ડહેલાવાળા)નાં શિષ્યા શ્રી જ્યાશ્રીજી મહારાજનાં અનોપત્રીજી નામે શિષ્યા બન્યાં.
સયમ ગ્રહણ કર્યા બાદ પ્રકરણ-કર્મગ્રંથ આદિને પણ અભ્યાસ સાર કર્યો. જ્ઞાન પ્રાપ્તિના ફળસ્વરૂપે ગુરૂશુશ્રુષાને મહાન સદ્ગુણ તેમનામાં અતિ વિકાસ પામે. ગુરૂભકિતને તેમણે જીવનને મંત્ર બનાવ્યા. ગુરૂભકિતની જ મહાન તપશ્ચર્યામાં પોતાનું જીવન ઝુકાવ્યું. કેટલીક વખત વડીલે તરફથી વરસની કટુ શબ્દોની ઝડી સમયે પણ તેના પ્રત્યુત્તરમાં “સાહેબ ભૂલ થઈ માફ કરે.” આવા તેમના માયાળુ અને નમ્રતાભર્યા શબ્દ, પ્રત્યક્ષ સાંભળનારને ચંદરૌદ્રાચાર્ય તથા તેમના નુતન શિષ્યના દ્રષ્ટાંતનું ભાન કરાવતા. પિતાનાં દાદીગુરૂ ધનશ્રીજી મહારાજની ત્રણ વરસની બિમારીમાં રાત-દિવસ અતુલ