________________
પ્રકૃતિ બંધ
૨૭૧ - ગરીબ, ભિખારી, તુચ્છને ત્યાં જન્મેલે કટિવજ થાય ખરે, પણ તે બહારથી લાવે ત્યારે થાય તેવી રીતે અન્ય કુલમાં જન્મેલાઓને શ્રમ કરીને, પરિશ્રમ કરીને, પરીક્ષા કરીને, ધર્મને, ધર્મના સંસ્કારને બહારથી, બીજા કુલે પાસેથી, સંસર્ગથી મેળવવા પડે. ઉચ્ચકુલના સંસ્કારવાળા હંમેશાં સારી પરિણતિવાળા રહેવા જોઈએ, અને તેઓમાં નીચ પરિણતિ ન જ હોય એમ તે ન બને, પણ ઉડતી આવેલી છાંટા રૂપે હય, મૂળરૂપે હેય નહિ. હીરાની ખાણમાં ઉગ્યાછતાં બધા કંઈ હીરા નથી હોતા, પત્થરે પણ હોય છે, તેમ છતાં તે ખાતે હીરાની જ કહેવાય છે. તેમ ઉચગોત્રને અંગે સમજી લેવું.
શ્રીમંતને ત્યાં જન્મેલે, ગરીબ પણ થઈ જાય, અને ગરીબને ત્યાં જન્મેલે શ્રીમંત પણ થઈ જાય. દશાના ખેલ છે, લક્ષ્મી ચંચલ છે, આ બધું જાણવા છતાં પણ શ્રીમતના ઘરે જન્મેલા છેકરાને ભાગ્યવાન ગણીએ છીએ. દરિદ્રિના ઘેર જન્મેલા છોકરાને ભાગ્યહીન-દુર્ભાગી માનીએ છીએ.
ઉચકુલના સંસ્કારવાળાને ઉપદેશ પરિણમતાં વાર લાગતી નથી. નીચ શેત્રવાળાને ઉપદેશની અસર ન જ થાય એમ તે ન કહેવાય, પણ વાર તે જરૂર લાગે.
સંસ્કાર વિકસાવતાં પણ નીચ ગોત્રના સંગે અંતરાયભૂત થાય.