________________
૨૫૯
પ્રકૃતિ બંધ નામ કર્મ છે. જે કર્મના ઉદયથી વૃષભ, હસ્તિ વગેરેની પેઠે સારી ચાલ હોય તે શુભ વિહાગતિ નામ કર્મ અને જે કર્મના ઉદયથી ઊંટ, ગધેડા વગેરેની પેઠે ખરાબ ચાલ પ્રાપ્ત થાય તે અશુભ વિહાગતિ નામકર્મ છે.
આ પ્રમાણે (૧) ગતિ નામકર્મ (૨) જાતિનામ કર્મ (૩) શરીર નામકર્મ (૪) અંગોપાંગ નામકર્મ (૫) બંધન નામકર્મ (૬) સંઘાતન નામકર્મ (૭) સંસ્થાન નામકર્મ (૯) વર્ણ નામકર્મ (૧૦) ગંધ નામકર્મ (૧૧) રસ નામકર્મ (૧૨) સ્પર્શ નામકમ (૧૩) આનુપૂવી નામકર્મ અને (૧૪) વિહાગતિ નામકર્મ. આ ચૌદે પિંડ પ્રકૃતિએ કહેવાય છે.
પિંડ–સમૂહ. જે એક પ્રકૃતિના અનેક ભેદ હોય તે પિંડ પ્રકૃતિએ કહેવાય છે. જેમ ગતિ નામ; તેના ચાર અવાન્તર ભેદ (પેટા ભેદ) છે, માટે તે પિંડ પ્રકૃતિ છે.
એવી રીતે ચદે પિંડ પ્રકૃતિના અવાન્તર ભેદ પાંસઠ થાય છે. તેમાં બંધન તે પાંચને બદલે પંદર ગણીએ તે • પંચોતેર અવાન્તર ભેદ થાય છે.
જેના અવાન્તર ભેદ ન હોય તે પ્રત્યેક પ્રવૃતિઓ કહેવાય છે; એવી પ્રત્યેક કર્મપ્રકૃતિએ આઠ છે. તેનાથી જીવને સંસારી અવસ્થામાં નીચે મુજબ સંજોગ પ્રાપ્ત થાય છે. -
* (૧) પિતાની આકૃતિને દેખવા માત્રથી, કે પોતાની વાણીથી યા બુદ્ધિ બળથી બીજાને આંજી નાખે, બળવાનને