________________
૨૪.
જેમ સુવર્ણ અને પાષાણ અનાદિથી ખાણમાં જોડાયેલા (મળેલા) છે, તેમ પુરૂષ અને પ્રકૃતિ (એટલે જીવ અને કર્મ) અનાદિથી જોડાયેલાં છે. અને જ્યાં સુધી અન્ય એટલે પુગલ અથવા કમંદળના સંગવાળો આત્મા છે, ત્યાંસુધી તે સંસારી કહેવાય છે. ૩.
કારણો મળવાથી (આત્મા) કમને બધ બાંધે છે. તેજ પ્રમાણે કારણે મેળવવાથી ( આત્મા ) કર્મોની નિર્જરા કરી મુકત થાય છે. એટલે બંધથી છુટા પડે છે. અહિં બંધ કરવાના કારણોનું નામ આશ્રવ છે. અને મુક્ત થવાના કારણેનું નામ સંવર છે. આશ્રવ . તજવા યોગ્ય છે, અને સંવર ગ્રહણ કરવા લાયક છે. ૪.
કર્મસંઘાતે મળવું તે યંજનકરણ. એ યુજનકરણ કરવાથી તમારે અને પ્રભુને અંતર પડે છે. તે અંતર, ગુણકારણે એટલે ગુણરૂપ આત્મા થતાં ભાંગે. અને અંતર ભાંગવાનો એજ સારો ઉપાય છે. એમ પંડિત પુરૂષેએ આગમોના પ્રમાણથી કહ્યું છે. ૫
હે પ્રભુ! હું આશા ધરૂં છું કે આપની અને મારી વચ્ચે અથવા આપને અને ભારે ફરક ભાંગશે; અને જ્યારે તેમ થશે ત્યારે માંગલિક વાંજા વાગશે અને જીવરૂપ સરોવર આનંદ સમુહના રસના પૂરથી અત્યંત વૃદ્ધિ પામશે. ૬