________________
૧૧૨
જૈન દર્શનને કર્મવાદ ધારાઓમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ હોય છે. એટલે વસ્તુચિંતનમાં જેવા જેવા ઢગની સામગ્રી ઉપલબ્ધ થાય છે, તેવા ઢંગથી ચિંતનની શરૂઆત થાય છે.
મનુષ્યને પ્રાકૃતિક કૃતિ અને શકિતઓની પાછળ કાર્ય કરવાવાળી કઈ શક્તિ પ્રત્યક્ષરૂપે દ્રષ્ટિગોચર નહિ થવાથી ઉત્પન્ન થતા આશ્ચર્યને લીધે આગળ વધતી વિચારધારાને યુક્તિયુક્તકલ્પનાઓ દ્વારા સંતુષ્ટ કરવાને મનુષ્યને પ્રયત્ન પણ “
દન”ના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે.
પ્લેટો અને બીજા ગ્રીક દાર્શનિકેએ કરેલ દાર્શનિક નિર્માણ એ “આશ્ચર્યના આધારે જ છે.
પિતે સ્વયંના આરિતત્વ પર અથવા બાહ્ય જગત અંગે ઉત્પન્ન થતા સંદેહથી, મનુષ્યની વિચારશક્તિ દ્વારા આલંબિત માગપણું, દર્શનનું રૂપ ધારણ કરે છે. પશ્ચિમમાં અર્વાચિન દર્શનેને પ્રારંભ સંદેહથી જ થાય છે. તે ધાર્મિક ઉપદેશને પણ સંદેહની દ્રષ્ટિથી દેખે છે.
કેઈક દર્શન એવા પણ છે કે આશ્ચર્ય અને સંદેહ. પ્રત્યે બિલકુલ વિચારધારા નહિ કરતાં પોતાનું દૃષ્ટિકોણ ભૌતિકતા પ્રધાન બનાવી જીવનના વ્યવહાર પક્ષની સિદ્ધિના માટે જ સિદ્ધાન્ત રજુ કરે છે. જે “વ્યાવહારિકતા વાદ” ના નામથી પ્રસિદ્ધ છે. ભારતીય પરંપરામાં આ દષ્ટિકોણ વાળું દર્શન તે 'ચાર્વાક દર્શાન” કહેવાય છે. આ વિચારધારાવાળું દર્શને આધુનિક વિજ્ઞાનની જંઅધિક સમીપ ગણાય.