________________
અવચર્ણિ ટિપ, ટબાઓ આદિ કર્મ સાહિત્ય, વેતાંબર આચાર્યોએ રચિત છે. અને કમપ્રકૃતિપ્રાભૂત, કવાયકાભૂત, ગમ્મસાર, લબ્ધિસાર, ક્ષપણુસાર, વગેરે સાહિત્ય દિગંબર આચાર્યો રચિત છે. આ રીતે જૈનદર્શન માન્ય કર્મવાદને પુષ્ટ બનાવવામાં શ્વેતાંબર અને દિગંબર ઉભય સંપ્રદાયે અમુલ્ય ફાળો આપ્યો છે.
ઉપરોક્ત કર્મવાદ વિષયક ગ્રંથને હું કંઈ ખાસ અભ્યાસી નથી. મહેસાણા જૈન પાઠશાલામાં રહી કર્મગ્રંથનો અભ્યાસ કરી ત્રીસેક વર્ષ ધાર્મિક શિક્ષક તરીકે જીવન વ્યતીત કરતાં કર્મગ્રંથન અભ્યાસીઓને કમને વિષય સમજાવતાં આ વિષય પર ચિત્ત વધુ પરેવાયું. આ વિષયની ઊંડી વિચારણા દ્વારા વિષયને દઢ કરી જીવનમાં ઉપયોગી બનાવવાની ભાવનાએ કમીમાંસા અને સૃષ્ટિમીમાંસા નામની એ પુસ્તિકાઓ લખી. ઉપરાંત ગુજરાતી કલ્યાણમાસિકમાં છેલ્લા આઠ દસ વરસથી આ વિષયની એક લેખમાલા ચાલુ રાખી. મારૂં મૂળ વતન તે “વાવ” (વાયા ન્યુ ડીસા–બનાસકાંઠા જીલ્લો. ઉ. ગુજરાત) હેવા છતાં નોકરી અંગે અહીં સિરોહી (રાજસ્થાન)માં આઠ વરસથી રહેવાનું બન્યું. અને ઉપરત લેખમાળા લખવામાં મને અહીંના સ્થાનની અનુકુળતા પણ સારી મળી. મૂર્તિપૂજા, આત્મ સ્વરૂપ વિચાર, કમબીમાસા, સૃષ્ટિમીમાંસા અને તે ઉપરાંત બીજાં પણ બે ત્રણ પુસ્તક લખી પ્રગટ કરવાની અનુકુળતા અહિં જ મળી. છેવટ કર્મવાદની લેખમાળાને પણ કંઈક વિસ્તૃત બનાવી તેને પુસ્તકરૂપે પ્રગટ કરવાની ભાવના ઉદ્દભવી. આવા સાહિત્યના નિર્માણમાં પુસ્તકને ખર્ચ સમાજ પાસેથી મેળવવાનું ગૃહસ્થ જીવનમાં અને તેમાં પણ મારા જેવા ધાર્મિક શિક્ષકને કેટલું મુશ્કેલ પડે છે, એ તો સ્વયં અનુભવ જ કહી શકે. તેમ છતાં મારી પાસે કમગ્રંથનો અભ્યાસ કરતાં સાધ્વીજીઓ (પહેલાના સમુદાયના)નાં ગુરૂજી શ્રી કંચનશ્રીજી અને રંજનશ્રીજી (મારવાડનાં)નું આ અંગે લક્ષ્ય ખેંચાયું અને પિતાનાં