________________
૬૮
જૈન દર્શનને કર્મવાદ
અને અનંતવીર્યરૂપ ગુણોને આચ્છાદિત કરવાવાળા હોવાથી તે ઘાતી કર્મ કહેવાય છે. શેષ ચારકર્મ, આત્મગુણેના ઘાતક નહીં હોવાથી તે અઘાતી કર્મ કહેવાય છે.
ચાર ઘાતકર્મોથી આત્માના અનંતજ્ઞાનાદિગુણે ઢંકાઈ જતા હોવા છતાં પણ ન્યુનાધિક પ્રમાણમાં પ્રકટરૂપે તે તે ગુણે જીવમાં હોય જ છે. અર્થાત્ તે તે કર્મના આવરણથી તે તે ગુણે બિલકુલ તે ઢંકાઈ જતા જ નથી.
કર્મના બિલકુલ આવરણુરહિત તે ગુણેના પ્રકટીકરણમાં તે ગુણે “ક્ષાયિક ભાવના” કહેવાય છે. અને કર્માવરણના સમયે તે ગુણ “ક્ષાપશમિક” ભાવના કહેવાય છે. તેમાં ચારિત્રગણ ઉપશમ અને ક્ષાપશમિક એમ બને ભાવના પણ હોય છે. અર્થાત કર્મના ક્ષયથી તે ગુણ સંપૂર્ણરૂપે અને કર્મના ઉપશમથી તથા પશમથી ન્યુનાધિકરૂપે Nણ અપૂર્ણ હોય છે.