________________
૩ર
આવિષ્કારકે સજાગ હતા. કેવળ માનવસેવાના બહાના હેઠળ અન્ય કેઈ મુંગા પ્રાણુઓ કે સૂમ જતુના સંહારપૂર્વક એ આવિષ્કા ન હતા. ભૌતિકતાની બિમારીથી રોગગ્રસ્ત થઈ ન જવાય તેની સાવધાની હતી. કષાયની ગ્લાની હતી, દુરાચારી વિદ્વાન કરતાં સદાચારી અભણ પ્રત્યે આદર હતે. આત્મા પ્રત્યે ઉપેક્ષાભાવ ન હતો. જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના રક્ષણ સમયે ઉપસ્થિત થતી કટોકટીને નિવારવા માટે જ ભારતવાસીઓ આવા આવિષ્કાર કરી તેનો ઉપયોગ. કરતા. મરણાંત કષ્ટ આવે તે પણ પરની સમૃદ્ધિ લુંટી લેવામાં કે સ્વદેહના રક્ષણ માટે પર દવંસ કરવામાં તેનો ઉપગ થતું ન હતું. કારણ કે સ્વાર્થ ગૌણ અને પરાર્થ મુખ્ય, એ જ ભારતવાસીઓને અચલ સિદ્ધાંત હતો. વિવિધ પદગલિક શક્તિવંત આવિષ્કાર, વિશ્વના કેઈપણ મનુષ્યને બતાવી તેને ઉપયોગ કરવાની વિદ્યા આપવામાં માણસની પાત્ર–કુપાત્રતા પહેલી જોવાતી. અધ્યાત્મ સંસ્કૃતિને વફાદાર, પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રીભાવ દાખવનાર, આત્મા તથા પુન્ય–પાપ-પરલક-મેક્ષ ઈત્યાદિને ઉપયેગવંત માનવી જ, આ વિદ્યા પ્રાપ્ત કરવામાં ચગ્ય ગણાતો. તેથી વિપરીત સંસ્કારવાળાને તે વિદ્યાઓ આપવામાં મહાન પાપ લેખાતું. કારણ કે આ ? વિદ્યાઓ પ્રગથી સિદ્ધ બતાવવા જતાં વાસનાનો ભૂખ્યા, તૃષ્ણા નો દાઝ મનુષ્ય એનાથી અનર્થ મચાવી કદાચ પ્રાણીસંહારમાં એ શક્તિઓ ખચી નાખે તો એ વિદ્યાઓ બતાવનાર જ, વિશ્વમાં અપયશને પ્રાપ્ત કરતા. માટે મન ઉપર અંકુશ મેળવનાર તથા કંચન-કામિનીની વાસના ઉપર જય પ્રાપ્ત કરનાર જ