________________
૧૪ર
સંસારી જીવેએ ધારણ કરેલ શરીરે કે તે જીવેએ ત્યાગેલ શરીરનું રૂપાંતર છે. અને તેની રચના તે તે શરીરધારી જી વડે જ કરાયેલી હોઈ જગતમાત્રની વસ્તુ બનાવવારૂપ જગકર્તૃત્વ તરીકે કેટલાક ઈશ્વરને ગણે છે, તે વ્યાજબી નથી. શરીર બનાવવામાં ઈશ્વરને કે બીજા કેઈને પ્રયત્ન કે પ્રેરણા નથી જ. પ્રયત્ન માત્ર છે, તે તે શરીરને ધારણ કરેલ જીવન જ. જગતના ઉત્પાદન કે પ્રલયની વાતે મિથ્યા છે.
આ જગત અનાદિકાલીન છે. અનાદિકાલીન એવું આ જગત અનન્તકાલીન પણ છે. આ જગત કયારે ય અસ્તિત્વમાં -ન હતું, એવું બન્યું પણ નથી, અને ક્યારે ય અસ્તિત્વમાં
નહિ હેય, એવું બનવાનું નથી. અનાદિ અનnત એવા આ - જગતમાં જીવ અને જડ એ બે પ્રકારના મુખ્ય પદાર્થો છે. એથી જગતના એકએક પદાર્થને કાંતે જીવમાં અને કાંતે જડમાં સમાવેશ થઈ જાય છે. સંસારમાં કેઈ વખત જીવ વિના માત્ર એકલા જડ પદાર્થોનું જ અસ્તિત્વ હોય, એવું બન્યું પણું નથી અને બનવાનું પણ નથી.
જીવની સાથેના જડ એવા કર્મના રોગથી જ સંસાર છે. સંસારમાં રહેલા શરીરધારીપણે જ રહે છે. સંસારી જીવને શરીર ધારણ કરવું જ પડે. જડ એવા કર્મ પુદ્ગલેને સંગ જ જીવને શરીર ધારણ કરાવી સંસારી પણે રાખે છે. કર્મ પુદ્ગલના સંગ વિનાના જીવને શરીર વર્ગણાનાં પુદ્દ -ગલે વળગી શક્તાં નથી. જડના આ સંગથી કેઈક છે