________________
* ૧૨૨
પણ જોઈએ તે સ્વાભાવિક છે. એટલે શરીર અને આત્માના સંબંધથી અસ્તિત્વ ધરાવતા દરેક પ્રાણીના શરીરમાં વદિ ચતુષ્કપણું નક્કી કરનાર કર્મો પણ જોઈએ. અહીં શંકા થાય છે કે–વર્ણાદિ ચતુષ્ક તો પુગમાં હોય જ છે, એટલે પગલથી બંધાતા તે શરીરમાં વર્ણાદિ ચતુષ્ક રહેવાના જ. પછી તેને ઉત્પન્ન કરનાર કર્મોની શી જરૂર છે? - આ શંકાના સમાધાનમાં સમજવું જરૂરી કે–તૈયાર થતાં શરીરમાં વર્ણાદિ પ્રગટ થવામાં તેના પ્રેરક કર્મો જે માનવામાં ન આવે તે દરેક પ્રાણના વર્ણાદિક સરખા જ થાય, પરંતુ દરેક પ્રાણના શરીરમાં વર્ણાદિની વિચિત્રતા દેખાય છે, તે કમેં વિના સંભવી શકતી જ નથી. જેમ બંધન અને સંઘાતને પામવાનો ગુણ પરમાણુમાં છે; છતા અમુક પ્રાણીના શરીરના પરમાણુઓમાં અમુક જાતના બંધન અને સંઘાતન થાય, એ તેના બંધન અને સંઘાતન નામ કર્મને લીધે. તેમ વર્ણાદિ ગુણ, પરમાણુઓમાં હોવા છતાં તેમાં પાછા અમુક જાતના ફેરફારે થાય છે, તે શરીરધારક આત્માના કર્મોને લીધે જ થાય છે. માટે માનવું પડશે. કે શરીરરૂપે પરિણામ પામેલ પુગલ વર્ગમાં પ્રતિનિયત વદિ તે કર્મવિના સંભવિત નથી. જેથી દેહધારી આત્માના શરીરમાં વર્ણાદિ પરિણામમાં કર્મોની જરૂર તો રહે જ છે એટલે વર્ણનામકર્મ, ગંધ નામ કર્મ, રસનામકર્મ અને સ્પર્શ નામકર્મ જે ચક્કસ ધેરણ પહેલેથી નકકી કરી આપ્યું હોય, તે જ પ્રમાણેને રંગ, ગંધ, રસ અને