SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર તીર્થંકર પરમાત્માને તેઓએ જોયા. અને પ્રણામ કરીને તેમના ચરણકમલ પાસે બેસી ધર્મશ્રવણ કરવા લાગ્યા. સમવસરણની રચના વાસુકુમાર દેએ એક જન ભૂમિ–પ્રદેશમાથી તણખલાં, કાંકરા, કચરે દૂર કર્યો. વળી મેઘકુમારોએ સુગંધી જળનો છંટકાવ કર્યો, જેથી ઊડતી રજ બેસી ગઈ. ડીંટાં નીચે રહે તેવી રીતે પંચવર્ણનાં પુષ્પોની વૃષ્ટિ કરી. રજત, સુવર્ણ, રત્નમય ત્રણ કિલ્લા બનાવ્યા. અ દર ચતુર્મુખવાળું સિહાસન તૈયાર કર્યું . બહાર મેટ ધર્મદેવજ અને શ્રેષ્ઠ ધર્મચકની રચના કરી. દે, ઈન્દ્રો અને પ્રતિહાર વડે જયજયકાર કરાતા ભગવંત પૂર્વકારથી પ્રવેશ કરે છે. સિહાસનને ત્રણ પ્રદક્ષિણા કરીને “નમો નામ” –ચતુર્વિધ સંઘરૂપ તીર્થને નમસ્કાર થાઓ, એમ કહીને પૂર્વ દિશા સન્મુખ બિરાજમાન થાય છે. બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં સરખાં ત્રણ પ્રતિબિંબ થાય છે. એક બે ગણધરને પ્રભુએ દીક્ષા આપી. તે પછી પૂર્વદ્વારથી પ્રવેશ કરીને અગ્નિદિશામાં પ્રથમ ગણધરો, કેવળીએ, મનઃપર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ, ચૌદ પૂર્વધરે, બાકી રહેલા સાધુઓ, તેમની પાછળ કલ્પવાસી દેવીઓ અને સાધ્વીઓ ઉભા રહ્યાં. ફરી દક્ષિણ દ્વારથી પ્રવેશ કરીને નિત્ય દિશામાં ભવનપતિ, જ્યોતિષ અને વાનમ તર દેવેની દેવીઓ ધર્મકથામાં મન પરોવીને ઉભી રહે છે. વળી પશ્ચિમદિશાના દ્વારથી પ્રવેશ કરીને ઈશાન ખૂણામાં કલ્પવાસી દે, મનુષ્યો અને નારીઓ ધર્મશ્રવણ નિમિતે સ્થાન પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ચારે વિદિશાઓમાં ત્રણ પર્ષદાઓએ સ્થાન ગ્રહણ કર્યા .
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy