________________
૨૯૦
અસુર વડે ચામરોની શ્રેણિથી નિરતર વી ઝાઓ છે. હે સ્વામિન ! શરદ ઋતુના ચદ્રમાનાં કિરણોના સમૂહ જેવા ઉજજવલ એવાં તે ચામરે બહુ જ સુંદર રીતે શેભે છે. આ દશ્ય જોતાં જ એવું લાગે છે કે જાણે ચામરૂપ હંસની શ્રેણ આપના મુખકમલની પરિચર્યાસમુપાસનામાં પરાયણ – તત્પર ન હોય ! હે દેવાધિદેવ ! આપના મુખને કવિઓ કમલની ઉપમા એટલા માટે આપે છે કે આપનું મુખકમલ કોમલ કંઠરૂપ નાલથી સહિત છે, લાલિત્યથી પરિપૂર્ણ એવા અધર (આઠ) રૂપ દલેથી શોભે છે, દંતપંક્તિનાં કિરણરૂપ કેસરાની શ્રેણિથી વિરાજિત છે, તિલ આદિ શુભ ચિહ્મરૂપ ભ્રમરે વડે પરિશ્ચંબિત છે, સ્વભાવથી જ સુગંધી છે અને કેવલ્યરૂપ લક્ષ્મીનું નિવાસસ્થાન છે.
પંચમ મહાપ્રાતિહાર્ય
સિંહાસન મદોન્મત્ત વાદીરૂપ હાથીઓની સામે સિંહસમાન છે સ્વામિન ! આપ જ્યારે દિવ્ય સિંહાસન ઉપર આરૂઢ થઈને ભવના વૈરાગ્યને અને પરમપદના અનુરાગને ઉત્પન્ન કરનારી ધર્મદેશના આપતા હો છે ત્યારે વિશુદ્ધ તત્ત્વજ્ઞાનથી સમૃદ્ધ મેધા–બુદ્ધિવાળા દેવતાઓ અને મનુષ્યો શ્રવણ કરવા સમુપસ્થિત થાય છે. તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કિન્તુ બુદ્ધિવિહીન પશુઓ પણ તે દેશનાને સાંભળવા માટે અને જાણે મૃગેન્દ્રાસન (સિંહાસન) ઉપર વિરાજમાન પિતાના સ્વામી મૃગેન્દ્ર (સિંહ) સમાન આપની ઉપાસનામા સમુસ્થિત થાય છે, એ જ મહાન આશ્ચર્ય છે અને એ જ આપનો મહાન પ્રભાવ છે.
ષષ્ઠ મહાપ્રાતિહાય: ભામંડલ નિરુપમ લાવણ્યજલના મહાસાગર, હેરવામિન્ ! ભામડલથી સહિત એવા આપ દર્શન માત્રથી જ ત્રણે ભુવનનાં જનોને
૧ કલે. ૫ ૨ -લે. ૬