SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ પવનની કઈ જાય છે. છેલત અને અનાસી સમવસરણમાં એક યોજન સુધી સર્વત્ર ફેલાઈ જાય છે, એકી સાથે વિશ્વના પ્રત્યેક પ્રાણી માટે તેની પિતાની ભાષામાં પરિણત થાય છે અને તિર્યંચે, મનુષ્ય અને દેવતાઓમાંના દરેકને એકી સાથે ધર્મને અવબોધ કરે છે. આ આપની મહાન ગસમૃદ્ધિ છે. આવી આપની મહાન વચનસમૃદ્ધિને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું. હે મહામંગલસ્વરૂપ દેવાધિદેવ! આપ જ્યાં જ્યાં વિચરે છે, ત્યાં ત્યાં સવાસે જનપ્રમાણુર ભૂમિમાં આપના વિહારની પૂર્વે ઉત્પન્ન થયેલા રેગરૂપ શ્યામ વાદળાંઓ આપના અપ્રતિબદ્ધવિહારરૂપ પવનની પ્રચંડ લહરીઓ વડે સંપૂર્ણ રીતે તત્કાળ વિલયને પામે છે– વિખેરાઈ જાય છે. હે સર્વાતિશાયિ ભગવાન્ ! વાયુની જેમ અપ્રતિબદ્ધ (સર્વત્ર અખલિત અને અનાસક્ત) આપના વિહારથી છ માસ પૂર્વે ઉત્પન્ન થયેલ બધા જ રોગો નાશ પામે છે અને છે મહિના સુધી નવા રે ઉત્પન્ન થતા નથી. કર્મ ક્ષયજ પંચમ અતિશય ઈતિઓને અનાર્વિભાવ હે વીતરાગ ! આપ જ્યાં જ્યાં વિચરો છો ત્યાં ત્યાં સવાસો જનપ્રમાણ ભૂમિમાં ઉદરો, તીડે, પિોપટો વગેરેના ધાન્ય ઉપરના ઉપદ્રવરૂપ ઈતીઓનો આવિર્ભાવ પ્રગટભાવ) થતો નથી. જેમ ધર્મવાન રાજાનું રાજ્ય આવતાં જ અનીતિઓ તરત જ દૂર થઈ જાય છે, તેમ હે દેવ! આપ જ્યા જ્યાં વિચરતા હો ત્યાં ત્યાં ઈતીઓ તે જ ક્ષણે એકદમ નિરુદ્ધ થઈ જાય છે. હે પ્રભે! આપની મહાન યોગસમૃદ્ધિનું આ મહાન વિલસિત છે. ૧. ા ૪ ૨. પૂર્વ આદિ ચાર દિશાઓમાના દરેક દિશામાં પચીસ પચાસ એજન, ઉર્ધ્વ દિશામાં સાડા બાર યોજન અને અધોદિશામાં સાડા બાર જન, એમ કુલ સવાસ યોજન. ૧ યોજન = ચાર કોશ ૩ ક. ૫
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy