SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ કરનાર સર્વલકણસવ જવાના શરીફ ૧ પ્રથમ સહજાતિશય “ હે પ્રભો ! જગતના સર્વ જીવોનાં શરીરે કરતાં અત્યત જુદી જ જાતનાં સર્વલક્ષણસંપન્ન, અભુત અને અતિપવિત્ર શરીરને ધારણ કરનાર આપને હું સર્વ રીતે નમું છું. ૧. અ. પરમ અદ્ભુતરૂપ, સહજ નિર્મલ શરીર હે પરમેકિન ! આપના શરદ ઋતુના ચદ્રમાના કિરણો જેવા ઉજ્વલ અન્ય ગુણ તો બાજુએ રહે, પણ ત્રણે જગતના સર્વ જીવના શરીર કરતાં અત્યન્ત વિલક્ષણ, પરમ ઉત્તમ એવા આહંન્યના સૂચક લક્ષણોથી સહિત અને સમસ્ત આપદાઓને વિશ્વ સ કરનાર આપના સહજ નિર્મલ શરીરનું રૂપ કેને નથી આકર્ષતુ ? - હે વિભો! આપમાં સમાવિષ્ટ એવા પરમાત્મતત્ત્વને ભલે કઈ ન પણ જાણતું હોય, તે પણ આપના સહજ નિર્મલ પરમ અદ્દભુતરૂપવાળા પરમ આશ્ચર્યમય દેહ ઉપર દૃષ્ટિ પડતાં જ કેતુ અંત - કરણ અભુત રસથી વાસિત થતુ નથી ? - પ્રિયંગુ વૃક્ષ સમાન નીલ વર્ણની સહજ નિર્મલ કાયાને ધારણ કરનાર છે સ્વામિન ! આપને માટે સંપૂર્ણ નમસ્કાર થાઓ. સ્ફટિક રત્ન સમાન ઉજજવલ દેહને ધારણ કરનાર, દેવ! આપને મારે નમસ્કાર થાઓ. સુવર્ણ સમાન દેહવાળા હે નાથ! આપને મારે નમસ્કાર થાઓ. પદ્મરાગ મણિ સમાન રક્ત (લાલ) શરીરને ધારણ કરનાર, સર્વ મનોરથોના પૂરક એવા પ્રત્યે ! આપને મારો નમસ્કાર થાઓ. અંજન (કાજળ) સમાન શ્યામ વર્ણના સહજ નિર્મલ શરીરવાળા હે પાપનાશક પ્રભે! આપને મારે નમસ્કાર થાઓ, ૧ કેટલાક તાર્થ કરશના શરીર નીલવર્ણના, કેટલાકના વેત વર્ણનાં, કેટલાકના પીત વર્ણનાં, કેટલાંક રક્ત વર્ણના અને કેટલાકના શ્યામવર્ણના હોય છે ૨ સ્ફટિકને સૂર્યકાત અથવા ચકકાતામણિ પણ કહેવામાં આવે છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy