SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શકે છે આથી આ સવ" ભક્ત કયું હોઈ કરીને બહુ જ થાકી ગયેલા ભવ્ય છે માટે આ ભગવંત જ મહાવિશ્રામ આપનાર મહાવિશ્રામવૃક્ષ છે. હું તે અત્યંત ભાગ્યશાળી છું કે આ વિશ્રામવૃક્ષરૂપ ભગવતો પણ વિશ્રામવૃક્ષ છું, કારણ કે આ ભગવાન પણ પિતાના સર્વ ભક્તજનો સાથે મારી છાયામા વિશ્રાંતિ પામે છે! આથી અધિક સૌભાગ્ય જગતમાં બીજુ કયું હોઈ શકે ? સર્વ જગતનાં મસ્તકે રહેલ ભગવંતનાં પણ મસ્તકે હું છું.” હે સ્વામિન ! આ અશોકવૃક્ષના પ્રદનાં ચિહ્નો અમે જોયાં અને તેથી જ ઉપરનું અનુમાન કર્યું છે. ગીત, નૃત્ય, અને અનુરોગનું પ્રગટીકરણ એ પ્રમોદનાં ચિહ્નો છે. તે સર્વ ચિહ્નો અમે આ અશેકવૃક્ષમાં સ્પષ્ટ જોઈએ છીએ. તે આ રીતે– હે દેવ! અવૃક્ષનાં પુષ્પોની સુગધથી લુબ્ધ થઈને મસ્તીમાં ભમતા આ ભમરાઓનો જે ઝંકારનાદ છે, તે વડે તે આપના ગુણેનુ આનંદથી ગાન કરી રહેલ છે. હે નાથ ! આ મૃદ પવનની લહરીઓથી ચંચલ થયેલાં પાંદડાઓ વડે તે નૃત્ય કરી રહેલ છે. હે પ્રભો! તે રક્ત ( લાલ) વર્ણવાળ એટલા માટે થયે છે કે–ત્રણે જગતના ભવ્ય જીવોના મનમાં રહેલા આપના પ્રત્યેના પ્રશસ્ત રાગની સંજીવની રૂપે રહેલા આપના ગુણોમાં તેને બહુ જ રાગ છે. ત્રણે જગતમાં સર્વથી ઉપર રહેલ આપ ભગવંતની પણ ઉપર જેને રહેવાનું મળ્યું તે પ્રમાદથી મત કેમ ન હોય ?” અશેકવૃક્ષ મહાપ્રાતિહાર્યની સાથે ભગવંત કેવા દેખાય છે, તેનુ રમણીય ચિત્ર અંતઃચક્ષુ સામે ઉપસ્થિત કરતા શ્રી ભક્તામરસ્તવમાં કહ્યું છે કે ૧ વીતરાગસ્તવની આ સ્તવના છે પ્ર પ, લેક. ૧
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy