________________
(૧) તપૂર્વક અર્હત્તા છે -
શ્રુતજ્ઞાનના અભ્યાસથી અરિહ તપણું પ્રાપ્ત થતું હોવાથી શ્રતજ્ઞાન તીર્થ છે. તેથી ભગવાન તેવા તીર્થને નમસ્કાર કરે છે.
(૨) પૂજિત પૂજ–ભગવાને પણ તીર્થને પૂજેલ છે, તેથી લેક પણ આદરપૂર્વક તેની પૂજા કરે, એ માટે ભગવાન તીર્થને નમસ્કાર કરે છે.
આ બન્નેમાં વિનયકર્મ છે. પ્રથમ “તqfવા સત્તા માં ભગવાન પિતાના હૃદયમાં રહેલે પૂજ્યભાવ–નમસ્કારરૂપ વિનય દ્વારા વ્યક્ત કરે છે. “નિતપૂનામાં લોકોને વિનય શીખવવા ભગવાન નમન સ્કાર કરે છે.
ઘણી વિદ્યાઓમાં સમવસરણનું ધ્યાન કરવામાં આવે છે. તેનાથી સાધકને અનેક લાભ થાય છે.
શ્રી વર્ધમાન વિદ્યાની વિધિમાં કહ્યું છે કેअमृतमद्रया सजीविनापादन, समवमरणस्थ भगवद्रूपध्यानम् ।
અમૃતમુદ્રા વડે સમયસરણનું વાતાવરણ સજીવન કરવું. તે પછી સમવસરણમાં રહેલ ભગવંતના રૂપનું ધ્યાન કરવું.
આવા ઉલ્લેખો અનેક વિદ્યાઓ, મ ત્રે, યત્ર વગેરેનાં વિધાનોમાં મળે છે. અહીં ક્કત ઉપરનું એક જ વર્ણન દૃષ્ટાન્ત રૂપે આપેલ છે.
શ્રી વર્ધમાન વિદ્યા વગેરે અનેક વિદ્યાઓના પટમા પણ ત્રણ ગઢનું આલેખન કરવામા આવે છે.
- આથી સ્પષ્ટ સમજાશે કે ત્રણ ગઢ વગેરે પ્રત્યેક અતિશયની પાછળ મહાન ધ્યાનપ્રક્રિયાઓ રહેલી છે.
૧ ન રવા પ્રા વિ પૃ. ૧૦૭ ૨ વર્ધમાન વિદ્યાના પટને વિશે આ ભાવના કરવાનું વિધાન છે
૩ જુઓ ન સ્વા. પ્રા. વિ. પૃ. ૧૦૪ ની સામે દર્શાવેલ વર્ધમાન વિદ્યાના પટનું ચિત્ર