________________
૧૫૭
બનાવે છે. તે પછી ત્રીજે ગઢ ભુવનપતિ દેવતાઓ રજત-ચાંદીનો બનાવે છે.'
પ્રથમ ગઢમાં જેવાં રને હેાય છે, તેવાં રત્નો જગતમાં અન્યત્ર ક્યાંય પણ હતાં નથી. આમાંનું એક એક રત્ન પોતાની કાંતિ આદિ ગુણો વડે જગતનાં સર્વ રત્નોને જીતવા માટે સમર્થ હોય છે. એવી જ રીતે બીજા ગઢમાં જે સોનું હોય છે, તેના જેવું સેનું જગતમાં હોતું નથી. તે અત્યંત મનોહર હોય છે. એવી જ રીતે ત્રીજા ગઢમાં જે ચાંદી હોય છે, તે ઉત્તમ પ્રકારની શ્વેતતા આદિ અનેક ગુણેથી સહિત હોય છે. તેની કાંતિ પણ અદ્ભુત હોય છે. તેવી ચાંદી જગતમાં અન્યત્ર હોતી નથી. એક બાજુ જગતની બધી જ ચાંદી મૂકીએ અને બીજી બાજુ ભગવંતના ત્રીજા ગઢની ચાંદી, તે ભગવંતના ગઢની ચાંદીનું મૂય બીજી બધી ચાંદી કરતાં અનંતગુણ અધિક થાય. આવા ઉત્તમ ત્રણ વખ– પ્રાકાર–ગઢ દેવતાઓ ભક્તિવશ રચે છે.
શ્રી “વીતરાગ સ્તવમાં કહ્યું છે કે “હે દેવ ! ત્રણે ભુવનને રાગ-દ્રષ–મેહરૂપ ત્રણે દોષોથી બચાવવા આપ પ્રવૃત્ત થયા છો, એ જોઈને જાણે ત્રણ પ્રકારના દેવતાઓએ ત્રણ ગઢ ન બનાવ્યા હેય !”
શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિકૃત-કલ્યાણ મંદિરમાં કહ્યું
હે ભગવન ! આપ મણિઓ, સુવર્ણ અને રજતથી સુન્દર રીતે બનાવાયેલા ત્રણ ગઢ વડે સર્વ બાજુએથી શોભી રહ્યા છે, જાણે એ ત્રણ ગઢ એટલે આપના વિશ્વવ્યાપી કાંતિ, પ્રતાપ અને યશનો સંચય ન હોય ?
બા ૧ અને
વી.
૧- પ્રવ સારે. ટી. ગા. ૪૪૭, ઉપ પ્રા. ભાણા સ્વ. પ્ર ૪ કલે ૫ અવ. ૨ વી. ઓ. પ્ર. ૪, લૈ. ૪ ૩ ગા. ૨૭