________________
મૂત્ત સ્વરૂપ, તીર્થકર નામકર્મના ઉદયનું મૂર્ત સ્વરૂપ, ભગવંતની સર્વોત્તમ પાત્રતાનું મૂર્ત સ્વરૂપ અને ભગવંતે પૂર્વના ભવમાં જે કાંઈ સારું કર્યું છે, તેનું મૂત્ત સ્વરૂપ આ અતિશ અને પ્રાતિહાર્યો છે.
શ્રી તીર્થકર ભગવંત સિવાયના બીજા જીવે તેવા પ્રભાવશાળી ન હોવાથી, તેઓ વિશે તેવા ઉત્તમ ભકિતભાવો દેવતાઓના મનમાં ન જાગવાથી, બીજા જીવોને કદાપિ તીર્થકર નામકર્મનો ઉદય ન હોવાથી, બીજા જેમાં તેવી લકત્તમ પાત્રતા ન હોવાથી અને બીજા જીવેએ તેવું સર્વોત્તમ શુભકર્મ કરેલું ન હોવાથી, બીજા જીવોને આ અતિશયમાંને એક પણ અતિશય કે પ્રતિહાર્યોમાંનું એક પણ પ્રાતિહાર્ય ત્રણે કાળમાં કદાપિ હેતું નથી.
“જેને આ અતિશે કે આ પ્રાતિહાર્યો હોય તે જ ભગવાન બીજા કેઈ કદાપિ ભગવાન હોઈ શકે જ નહીં. આ સર્વોત્તમ સિદ્ધાંતનાં મૂર્તિમાન સ્વરૂપ આ અતિશયે અને આ પ્રાતિહાર્યો છે. આવા ભગવાન સિવાયના બીજા કેઈને પણ ભગવાન તરીકે માનવા આનું જ નામ અનેક ભવસંચિત મિથ્યાત્વને ઉદય છે. ખરી રીતે તે આવા અતિશય અને આવા પ્રાતિહાર્યા વિના અન્ય કોઈ પણ ભગવાન બનવા માટે લાયક જ નથી.
આ ધર્મચક્ર અતિશયનું વર્ણન કરતાં શ્રી સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે –
आगासगय चक्क ।
આકાશમાં દેદીપ્યમાન ચક હોય છે. ભગવંત વિહાર કરતા હોય છે ત્યારે ભગવંતની સાથે સાથે ઉપર આકાશમાં ધમચક ચાલે છે. આ અતિશય દેવકૃત હોવાથી આ ધર્મચકને દેવતાઓ ઉપર ચલાવે છે.
આ ધર્મચકે અત્યંત પ્રકાશમાન આરાઓથી સમૃદ્ધ હોય છે અને આ ચક્રમાંથી ફેલાતુ તેજ અંતરિક્ષમાં દશે દિશાઓને પ્રભાવિત કરે છે.
૧ ફત્ર ૩૪