SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સર્વ વસ્તુઓના ગુણશશિ કરતાં ભગવન્તનો એક અતિશય અનન્તા ગુણ અધિક ગુણવાળો જ હોય. આમાં કોઈ અપવાદ નથી. અતિશય સ્વરૂપ વસ્તુમાં જે સ પૂર્ણ જગત કરતાં ચઢિયાતાપણું આવે છે, તે ભગવન્તના પ્રભાવથી અને ભગવન્તના મહિમાથી જ આવે છે, એ વાત નિશ્ચિત છે. લોકપ્રકાશમાં કહ્યું છે કે – प्रतिरूपेषु यत्तेषु नाकिभिविहितेष्वपि । रूप स्याद् भगवत्तुल्य तन्महिाम्नव नद्धृव ।६०४॥ – કાલલોક સ ૩૦, પૃ. ૩૦૩ ભગવન્તના સમવસરણમાં ત્રણ પ્રતિરૂપ ભલે દેવતાઓએ બનાવ્યા હોય, પણ તે પ્રતિરૂપનાં રૂપમાં જે ભગવન્તના રૂપની સાથે તુલ્યતા આવે છે, તે તે નિશ્ચિત રીતે ભગવંતના મહિમાથી - દરેક અતિશયને આ ભગવન્તના મહિમાને ધ્રુવનિયમ સદા લાગુ પડે છે. પૂર્વે રૂપનું દૃષ્ટાત સમજાવેલ છે. વધુ સ્પષ્ટતાની ખાતર સુરપુcoષ્ટ પ્રાતિહાર્ય લઈએ, પ્રાતિહા પણ વિશિષ્ટ પ્રકારના અતિશયે જ છે.' શ્રીતીર્થકર ભગવન્તની ભક્તિ નિમિત્તે દેવતાઓ એકજન સુધી જાનુપ્રમાણ જેવી પુષ્પવૃષ્ટિ કરે છે, તેવી ઉત્તમ પુષ્પવૃષ્ટિ ભગવન્તના અભાવમાં સર્વ દેવતાઓ મળીને પણ ન કરી શકે. કદાચ તેવી પુષ્પવૃષ્ટિ કરવાનો પ્રયત્ન કરે તેપણ ભગવન્તના મહિમાથી પુષ્પવૃષ્ટિમાં જેવા ઉત્તમ ગુણે સિદ્ધ થયા છે, તેવા કદાપિ ન થઈ શકે. પુપને તેના ઉપરથી કરડે લેકે ગમનાગમન કરવા છતાં, પીડા થતી નથી, એટલું જ નહીં, પણ પુષ્પ સમુદ્યાસ અનુભવે છે, તે કેવળ ભગવંતનો જ પ્રભાવ છે. १ सर्वेऽपि प्रातिहाण्यितिशयविशेषाः ॥ – વી સ્ત. પ્ર ૫ લે. ૯ અવ.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy