________________
૩
ચેાત્રીસ અતિશયાથી સહિત અને સ્વભાવથી જ પરોપકારી એવા તે તીથંકર ભગવંતા જગને સૂર્ય વગેરેની જેમ પ્રકાશિત કરે છે.
તાય એ છે કે ભગવતના તે પ્રવર અને ઉત્તમ પાત્રતા આઠ પ્રાતિહા વગેરે પૂજાતિશયથી ઉપલક્ષિત હેાય છે. ઉપલક્ષિત એટલે એળખી શકાય તેવી, અર્થાત્ આઠ પ્રાતિહાર્ય આદિ પૂજાતિશય એ ભગવંતને એળખવાની નિશાની છે, જેને આ પ્રાતિહાર્યા હાય તે જ ભગવાન.
સારાંશ કે ભગવંતનું લોકોત્તર સ્વરૂપ આ અષ્ટ મહાપ્રાતિહાય અને ચેાત્રીશ અતિશયેાના ધ્યાન દ્વારા અતિસ્પષ્ટ થાય છે, વસ્તુના અમુક જ્ઞાન વિના ધ્યાન સંભવતુ નથી અને ધ્યાનથી વસ્તુનુ વિશેષ જ્ઞાન પેાતાની મેળે અંદરથી થાય છે, તેથી ભગવ ંતના આઠે પ્રાતિહાર્યાં અને ચેાત્રીસ અતિશયાને જાણવા અતિ જરૂરી છે. એ જ અપેક્ષાએ શાસ્ત્રોમાં જેટલું વન એ વસ્તુનુ મળે છે તેટલુ વન અહીં એકત્ર કરવાના પ્રયાસ કરવામાં આવેલ છે.
ધ્યાનમાં ઉત્તરોત્તર વિકાસ સાધવા માટે જ ધ્યેયના મહિમા સાધકે મનમાં ખરાખર દૃઢ કરવા જોઈએ, મહિમા રસને જગાડે છે અને વધારે છે. રસની વૃદ્ધિથી ધ્યાન વિકસે છે. અન્યથા ધ્યાન આગળ વધી શકતું નથી. ભગવંતને સૌથી અધિક મહિમા આ ૧૨ ગુણામાં છે. તેથી અહીં આ જ ખાર ગુણાને—પ્રાતિહાર્યાં અને અતિશયે ને વિસ્તારથી સમજાવવાને પ્રયાસ કરવામાં આવ્યે છે.
શ્રી તીર્થંકર ભગવત પ્રત્યે આદરવાળા દરેક જીવ માટે આ ગ્રંથ સંપૂર્ણ ઉપયાગી થશે, એમાં મને લેશ પણ સ ંદેહ નથી.
આ ગ્રંથમાં કોઈ પણ જાતની ન્યૂનતા હાય તે। તે મારી છદ્મસ્થતા આઢિના કારણે જાણવી અને આમાં જે કાઈ સારું છે, તે બધું જ પૂર્વાચાર્યાંનુ છે. તે પૂર્વાચાએ આ અમૂલ્ય સંપત્તિ અથાગ પરિશ્રમે આપણા સુધી પહોંચાડી છે. આપણું કર્તવ્ય છે કે તેની સુરક્ષા કરીને ભાવિ લેાકોના હાથમાં તે સેાંપવી.