________________
નવતત્વનાં નામ તથા લે નવતરને ક્રમ :
અહીં નવતત્વનાં નામો જે કમે રજૂ કરવામાં આવ્યાં છે, તેની પાછળ ચેકસ હેતુ રહે છે, તે આ પ્રમાણેઃ
સર્વે તને જાણનારે સમજનારે તથા સંસાર અને મોક્ષસંબંધી સઘળી પ્રવૃત્તિ કરનારે જીવે છે. વળી જીવ વિના અજીવ તથા પુણ્યાદિ તત્વે સંભવે નહિ, તેથી પ્રથમ નિર્દેશ છવને કરવામાં આવે છે.
જીવની ગતિ, સ્થિતિ, અવગાહના, વર્તના આદિ અજીવની સહાયતા વિના થઈ શક્તી નથી, તેથી જીવ પછી તરત જ જીવને નિર્દેશ કરવામાં આવ્યું છે.
જીવનાં સાંસારિક સુખનું કારણ પુણ્ય છે અને. દુઃખનું કારણ પાપ છે, તેથી ત્રીજે નિર્દેશ પુણ્યને. અને ચોથા નિર્દેશ પાપને કરવામાં આવ્યો છે.
પુણ્ય અને પાપને આશ્રવ વિના સંભવ નથી, તેથી: પાંચમે નિર્દેશ આશ્રવને કરવામાં આવ્યું છે.
આશ્રવનું વિરોધી તત્વ સંવર છે, તેથી આશ્રવ . પછી તરત જ સંવરને નિર્દેશ કરવામાં આવ્યું છે.
જેમ નવાં કર્મોનું આગમન સંધરથી રેકાય છે, તેમ પુરાણું કર્મોને ક્ષય નિર્જરાથી થાય છે, તેથી સંવર પછીનું સ્થાન નિજરને આપવામાં આવ્યું છે.