________________
નવતત્ત્વનાં નામા તથા ભેદા
પરિભાષાની સરલતા અને પ્રાચીનતા :
સામાન્ય રીતે તત્ત્વવિષયક પરિભાષા કઠિન હાય છે અને તે માટે ચાજાતા શબ્દો લાંમા ાય છે, પણ અહીં નવતત્ત્વનાં જે નામેાનો નિર્દેશ કરવામાં આવ્યા છે, તે ઘણા સરલ છે અને ઘણા ટૂંકા પણ છે. આમાંના કોઈ પશુ શબ્દ ત્રણ અક્ષર કરતાં વધારે અક્ષરથી અનેલે નથી. (આ વિધાન સ ંયુક્તાક્ષરને એક અક્ષર ગણીને કરવામાં આવે છે. ) આ રહ્યાં તે નામેા : (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) મધ અને (૯) મોક્ષ.
૧૧:
.
આમાં આશ્રવ, સવર અને નિરાકઈક અપરિ ચિત લાગે છે, પણ તે ઘણા પ્રાચીન છે અને જૈન દર્શનની. મૌલિક્તાને સિદ્ધ કરનારા છે.
જર્મનીના સુપ્રસિદ્ધ વિદ્વાન ડો. હુમન યાકોખીના જૈન દર્શન' નામના એક લેખ ઈન્સાઈકલે પીડિયા ઑઑફ રિલિજિયન એન્ડ એથિસૂ ( ધર્મ અને નીતિના વિશ્વકેષ)ના અગિયારમા ભાગમાં પ્રકટ થયેલા છે. તેમાં જણાવ્યું છે કે—
* Now these terms ( Asrava, Samvara: and Nirjara) are as old as Jainism, for, the Buddhists have borrowed from it the most significant term Asrava; They use it in very much the same sense as the Jains,