________________
નવતત્ત્વનાં નામેા તથા ભેટા (૬) વિવેચન :
• આ ગાથા શાસ્ત્રના પ્રારંભની છે, છતાં તેમાં શિષ્ટજનસંમત મંગલાચરણ કેમ નથી ? ' એવા પ્રશ્ન થવા સહજ છે, એટલે પ્રથમ તેનુ સમાધાન કરીશું.
,
હું
શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યકભાષ્યમાં કહ્યું છે કે—
मंगिज्जएऽधिगम्मर, जेण हिअं तेण मंगलं होई । अहवा मंगो धम्मो, तं लाइ तं समादत्ते ॥ - જેના વડે હિત સધાય, તે મંગલ કહેવાય છે. અથવા જે મ`ગ એટલે ધર્મીને લાવે, ધર્મને પ્રાપ્ત કરાવે, તે મંગલ કહેવાય છે.'
આ વ્યાખ્યા અનુસાર નવતત્ત્વ મ ંગલસ્વરૂપ છે, કારણ કે તેનાથી પ્રાણીઓનુ હિત સધાય છે, અથવા તે ધમની – ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. આવા મંગલસ્વરૂપ નવતત્ત્વનાં નામેાનો નિર્દેશ કરવા, તે એક પ્રકારનુ મગલાચરણ જ છે. અથવા તે શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં મંગલાચરણા કહેલાં છે : (૧) નમસ્કારાત્મક (૨) આશીર્વાદાત્મક અને (૩) વસ્તુસંકીર્તનરૂપ. તેમાં નમસ્કારાત્મક મંગલાચરણમાં ઈષ્ટદેવને નમસ્કાર કરેલા હાય છે, આશીર્વાદાત્મક નમસ્કારમાં પાઠકોને આશીર્વાદ આપેલે હાય છે અને વસ્તુસંકીર્તનરૂપ મગલાચરણમાં મૂળ વસ્તુનું –વિષયનું સમ્યગ્ વર્ણન કરેલું હોય છે. આ મગલા