________________
એ વિદ્વાનની ભેંઠપને પાર ન રહ્યો અને મહારાજા તથા તેમના કુટુંબીજને પર પડેલી બધી જ છાપ ભુંસાઈ ગઈ તાત્પર્ય કે આવા જ્ઞાનથી ઉદરભરણ, લેકરંજન વગેરે કાર્યો થઈ શકે, પણ વિશિષ્ટ આધ્યાત્મિક ફલની પ્રાપ્તિ થાય નહિ. એ માટે તે તત્વસંવેદનરૂપ જ્ઞાન જ જોઈએ. તત્વજ્ઞાનની પ્રાપ્તિમાં આવું જ્ઞાન અપેક્ષિત છે.