________________
તત્ત્વજ્ઞાન પારસમણિ જેવું છે. પારસમણિને લેઢાને સ્પર્શ થાય, તે તે સુવર્ણ બની જાય છે, તેમ તત્વજ્ઞાનને જીવનને સ્પર્શ થાય છે તેમાં સમ્યારિત્રની અનેરી ઝલક આવી જાય છે. તે અંગે મિથિલા પતિ નિમિરાજને
વ્યતિકર જાણવા ગ્ય છે. - મિથિલાપતિ નમિરાજને દાહવર લાગુ પડ્યો હતે. તે કેઈ ઉપાયે શાંત થ ન હતું. એવામાં મોટી રાણીને યાદ આવ્યું. તેણે મલયગિરિનું ચંદન ઘસીને મહારાજાના પગે લગાડયું અને બિમાર મહારાજાએ “હા...શ” એ ઉદ્ગાર કાઢ્યો. એટલે બધી રાણીઓ ચંદન ઘસવાના કામે લાગી ગઈ • ચંદન ઉતરતું જાય અને મહારાજાના અંગે લેપાતું જાય. આવું જ્યાં થેલી વાર ચાલ્યું કે મહારાજા નમિને દાહ ઘણા અંશે શાંત થઈ ગયું. તેમની આંખે ઊંઘથી ઘેરાવા લાગી, પણ ઊંઘ તેમાં પ્રવેશી શકી નહિ, કારણ કે ચંદન ઘસી રહેલા સંખ્યાબંધ હાથના કંકણેને સંયુક્ત અવાજ તેમાં ખલેલ કરી રહ્યો હતે. એક ચતુર પટરાણ આ વાતને સમજી ગઈ. તેણે બધી રાણીઓને ઈશારાથી સૂચના કરી કે હાથમાં એક જ કંકણ રાખીને ચંદન ઘસે કે જેથી બિલકુલ અવાજ થાય નહિ. " રાણીઓએ એ સૂચનાને અમલ કર્યો. વાતાવરણ નીરવ અને શાંત થઈ ગયું.