________________
અહીં દેવતત્વ કે ઈશ્વરતત્વ અગ્રસ્થાને મૂકાયેલું છે, ત્યાર પછીનું સ્થાન ગુરુને અપાયું છે અને એ બનેમાં પૂર્ણ શ્રદ્ધાવિત થઈને ધર્માચરણ કરવાનું છે, એમ છેવટને સક્ત છે.
અહીં એટલું સ્પષ્ટ કરી દઈએ કે આ જગતમાં ઈશ્વર નામની કઈ મહાન વ્યક્તિ કે શક્તિ છે અને તે આ જગતનું સર્જન, પાલન તથા સંહાર કરે છે, એ વાદમાં જૈન ધર્મને શ્રદ્ધા નથી, કારણ કે આ જગત અનાદિ અનંત છે અને તે પિતાના નિયમ મુજબ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. આમ છતાં ઘડીભર માની લઈએ કે ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું છે, તે તેણે એ સર્જન ક્યારે કર્યું? શા માટે કર્યું? શેના વડે કર્યું? વગેરે પ્રશ્નો ખડા થાય છે અને તેને સમાધાનકારક ઉત્તર સાંપડી શક્યું નથી. જે એમ કહેવામાં આવે કે ઈશ્વરે અમુક સમય પહેલાં આ જગતનું સર્જન કર્યું, તે તેની પૂર્વે કેમ ન કર્યું? એ પ્રશ્ન પણ ઉત્તર માગે છે અને એ પરંપરા એટલી લંબાય છે કે છેવટે અનાદિને જ આશ્રય લેવું પડે. તે જ રીતે ઈશ્વર આ જગતનું પાલન કે સંચાલન કરતા હોય તે પણ અનેકવિધ પ્રશ્ન ઉઠે છે. ઈશ્વર એકને સુખી અને બીજાને દુખી શા માટે કરે છે? એકને રૂપાળે અને બીજાને કદરૂપે કેમ બનાવે છે? એકને યશ અને લાભ તથા બીજાને અપયશ અને નુકશાન શા માટે આપે છે? અહીં એમ કહેવામાં આવે કે ઈશ્વર સહુને તેમનાં કર્મ અનુસાર બદલે આપે