________________
[૨] જૈન ધર્મ પરમ આસ્તિક છે.
જે ધર્મ આસ્તિક હોય તેને આદર કરે અને નાસ્તિક હોય તેને અનાદર કરે–તિરસ્કાર કર, આવી માન્યતા જનસમૂહમાં સારા પ્રમાણમાં ફેલાયેલી છે, એટલે જૈન ધર્મ આસ્તિક છે કે નાસ્તિક? એ પ્રશ્નની વિચારણા પણ અહીં અવશ્ય કરવા ગ્ય છે.
કેટલાક કહે છે કે “જૈનધર્મ વેદોને માનતું નથી, માટે તે નાસ્તિક છે. તે કેટલાક કહે છે કે “જૈનધર્મ ઈશ્વરને માન નથી, માટે તે નાસ્તિક છે. પરંતુ આ બંને કથને તથ્યહીન હોઈ સુજ્ઞજનોએ સ્વીકારવા ગ્ય નથી.
પ્રથમ તે આસ્તિક-નાસ્તિકને ખરે અર્થ શું છે? તે સમજવું જોઈએ. પાણિનીકૃત અષ્ટાધ્યાયીમાં એવું સૂત્ર આવે છે કે “અતિ નતિ, વિષ્ટ મતિઃ (૪–૪–૧૦)” ભટ્ટજી દીક્ષિતે સિદ્ધાન્તકૌમુદીમાં આ સૂત્રની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે “ત્તિ જોઇ રૂચેવું મતિર્યંચ ર શાસિત નાતાત્તિ નિર્ચા રસ નાસિત અર્થાત્ પરલેક છે, એવી જેની બુદ્ધિ છે, તે આસ્તિક છે અને પરલેક નથી, એવી જેની બુદ્ધિ છે, તે નાસ્તિક છે. તાત્પર્ય કે આસ્તિક્યનાસ્તિક્યને સંબંધ વેદ કે ઈશ્વર સાથે નથી, પણ પરલેક