________________
આશ્રવતત્ત્વ
૨૪૭
(૨૫) એર્યાપથિકી–કષાયને અભાવ થતાં કેવળ કાયયોગ નિમિત્તે જે કિયા લાગે, તે અર્યાપથિકી કહેવાય. આ કિયા મેહનીયકર્મ રહિત છદ્મસ્થને અથવા સગી કેવલીને હોય છે.
આમાંના કેટલાક ભેદો ઈન્દ્રિય, કષાય, અત્રત અને યેગમાં અંતર્ગત થઈ શકે એવા છે, પણ ક્રિયાની અપેક્ષાએ તેનું સ્વતંત્ર નિરૂપણ કરેલું છે. તેમાં ઉપલક દૃષ્ટિએ કેટલાક ભેદ સમાન જેવા લાગે છે, પણ સૂમ દષ્ટિએ વિચારતાં તે જુદા છે.
આશ્રવથી બચીએ તે કર્મબંધથી બચાય અને કર્મબંધથી બચીએ તે આત્માની ઉન્નતિ સાધી શકાય, તેથી આશ્રવથી બચવા માટે પૂરતી કાળજી રાખવાની જરૂર છે. : “આશ્રવતત્વ નામનું આઠમું પ્રકરણ અહીં પૂરું થાય છે.