________________
વડર
નવ-નવ દીપિકા
છે અને તે અનુક્રમે રસનેન્દ્રિયાશ્રવ, ધ્રાણેન્દ્રિયાશ્રવ, ચક્ષુરિન્દ્રિયાશ્રવ અને શ્રોત્રેન્દ્રિયાશ્રવ કહેવાય છે. આ જ રીતે પ્રતિકુળ શય્યા મળતાં, બેસ્વાદ રઈ પ્રાપ્ત થતાં, દુર્ગધી પદાર્થોનો પરિચય થતાં, અપ્રશસ્ત રૂપ જોતાં કે કઈ કઠોર શબ્દ સાંભળતાં મન નારાજ થાય, એટલે કે મનમાં દ્વેષ ઉપજે તે પણ કર્મનું આગમન થાય છે અને તે ઇન્દ્રિયને આસવ ગણાય છે. - અહી એ સ્પષ્ટતા પણ કરવી જોઈએ કે આત્મા ઈન્દ્રિયના વિષયમાં રાગી પણ ન બને અને શ્રેણી પણ ન બને, પરંતુ મધ્યસ્થતા કે સમભાવ ધારણ કરે તે કર્મનું આગમન થતું નથી, પણ કર્મો આવતાં અટકે છે કે જેને સંવર કહેવામાં આવે છે. વીતરાગ મહાપુરુષને ઈન્દ્રિયે હોય છે, પણ તે આસવ રૂપ નથી, કારણ કે તેઓ ઈન્દ્રિયના વિષયમાં રાગ-દ્વેષપૂર્વક વર્તતા નથી.
ઈન્દ્રિયના પાંચેય આશ્ર શુભ અને અશુભ એમ બે પ્રકારના હેય છે. તેમાં પ્રશસ્ત ભાવે વર્તતાં જે આશ્રવ થયો હોય, તે શુભ કહેવાય છે અને અપ્રશસ્ત ભાવે વર્તતાં જે આશ્રવ થયે હેય, તે અશુભ કહેવાય છે.
દાખલા તરીકે શ્રીજિનેશ્વરદેવના નાત્ર વખતે, ગુરુ તેમજ ગ્લાન મુનિનું વૈયાવૃત્ય કરતાં, તેમજ ધર્મો પકરણને સ્પર્શ થતાં રાગ થાય-આનંદ આવે તે શુભાશ્રય થાય, કારણ કે ત્યાં પ્રશસ્ત ભાવ વર્તે છે અને સ્ત્રી, પુત્ર વગેરેને સાંસારિક સનેહથી રપર્શ કરતાં રાગ થાય-આનંદ