________________
પાપતવી
૨૫
પ્રકૃતિએની ગણના કરવામાં આવી છે, તે દરેક કરતાં આને અર્થ વિપરીત સમજવાનો છે.
- ત્રસદશકમાં પ્રથમ ઉલ્લેખ ત્રસ નામને કરવામાં આવ્યું હતું કે જેના પરિણામે જીવ ત્રસપણું પામે છે. અહીં
સ્થાવરદશકમાં પ્રથમ ઉલ્લેખ સ્થાવર નામને કરવામાં આવ્યો છે. આ કર્મના ઉદયથી જીવ સ્થાવરપણું પામે છે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવે સ્થાવરપણામાં રહેલા છે. સ્થાવર જીવેનું મુખ્ય લક્ષણ એ છે કે તેઓ ઠંડી, તાપ વગેરેથી પીડા પામવા છતાં તેને પરિહાર કરવાને સ્વયં એક સ્થળેથી બીજા સ્થળે જઈ શક્તા નથી.
ત્રસદશકમાં બીજો ઉલ્લેખ બાદરનામને કરવામાં આવ્યું હતું કે જેના પરિણામે જીવ બાદરપણું પામે છે. અહીં સ્થાવરદશકમાં બીજો ઉલ્લેખ સૂત્મનામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી જીવ સૂમિપણું પામે છે. પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાયના જીવે સૂક્ષ્મ અવસ્થાએ સકલ લેકમાં વ્યાપ્ત છે. તેમને આ સૂફમનામકર્મને ઉદય જાણવે.
ત્રસદશકમાં ત્રીજો ઉલ્લેખ પર્યાપ્ત નામને કરવામાં આવ્યું હતું કે જેના પરિણામે જીવ પર્યાપણું પામે છે. અહીં સ્થાવરદશકમાં ત્રીજો ઉલ્લેબ અપર્યાતનામને કરવામાં આવ્યું છે. આ કર્મના ઉદયથી જીવ સ્વયેગ્ય પતિએ પૂરી ક્યાં પહેલાં જ મરણ પામે છે અને તેથી અપર્યાપ્ત તરીકે ઓળખાય છે. ૧૫