________________
પાપતવ
૨૧૩
અડીખમ ઊભેલાં છે. પરિસ્થિતિ આવી હોવાથી જ્ઞાનાવરૂ ણીય કર્મની પાંચેય ઉત્તર પ્રકૃતિએને પાપના ભેદમાં ગણેલી છે.
જ્ઞાનાવરણીય પછી દર્શનાવરણીય ક્રમ આવે, પરંતુ ઉત્તપ્રકૃતિઓની સમાન સંખ્યાને લઈને અહીં જ્ઞાનાવરણય પછી અંતરાયકર્મને લીધું છે. જ્ઞાનાવરણીય એ ઘાતકર્મ છે, તેમ અંતરાય પણું ઘાતકર્મ છે. પહેલું આત્માના જ્ઞાનગુણને ઘાત કરે છે, તે બીજું આત્માના દાનાદિ ગુણેને ઘાત કરે છે.
અંતરાયકર્મની પાંચ ઉત્તરપ્રકૃતિએ તે દાનાંતરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીતરાય. તે કેવાં અનિષ્ટ પરિણામ લાવે છે, તેનું દિગદર્શન કરી લઈએ.
જીવ ધારે તે પિતાનું સર્વસ્વ બીજાને દાનમાં આપી શકે, પરંતુ દાનાંતરાય કર્મ તેની એ વૃત્તિને કુંઠિત બનાવી દે છે, તે એટલી હદ સુધી કે એક નાનકડી વસ્તુ યા
હું ધન બીજાને આપવું હોય તે આપી શકે નહિ. દાનનો મહિમા સમજાયે હોય, દાન દેવાની સામગ્રી તૈયાર હોય અને દાન લેનાર પણ ઉપસ્થિત હોય, છતાં દાન દઈ શકાય નહિ, ત્યાં દાનાંતરાયના ઉદય સિવાય બીજું શું કારણે કલ્પી શકાય?
અમુક કારણસર શ્રેણિક રાજાએ પિતાની કપિલા નામની દાસીને તેના હાથે દાન દેવાનું કહ્યું, તે તેણે ઉત્તર આપે કે “મહારાજ ! મારા હાથે હું કેઈને દાન આપી