________________
- ૨૫
જે એકને જાણે, તે સર્વેને જાણે. આ જીવને દુઃખમય સંસારમાંથી મુક્ત કરવાની સાચી અભિલાષા હિય તે સર્વ પ્રથમ આત્મતત્વને જે રીતે જાણવું–માનવું જોઈએ, તે રીતે જાણવા-માનવાની ખૂબ જ જરૂર છે. અખિલ વિશ્વની સર્વ બાબતે આ જીવને જાણવામાં આવે, પણ એક આત્માને ન જાણે તે તે જાણપણું જાણપણું નથી, પણ ઘોર અજ્ઞાન છે. જ્યારે દુનિયાની બીજી બાબતોનું જ્ઞાન અલ્પ પ્રમાણમાં હોય, પરંતુ એક આત્મતત્વનું ચચિત જાણપણું જે આ જીવને પ્રાપ્ત થઈ જાય, તો તે જાણપણું સમ્યજ્ઞાન છે. “જે પગાર રે જં જ્ઞાખશ્રી જિનાગમના આ સૂત્રને ભાવ ઉપર જણાવેવા ભાવ સાથે ઘટાવીએ તે બરાબર સંગત થાય છે. શ્રી તીર્થંકર પ્રથમ ધર્મદેશના પ્રસંગે આત્મતત્વને જ
બોધ આપે છે, અનન્ત ઉપકારી શ્રી તીર્થકરદે ઘાતિકને ક્ષય કરવાપૂર્વક જ્યારે કેવલજ્ઞાન-કેવલદર્શન પ્રાપ્ત કરે છે અને ઈન્દ્રાદિદેવોએ રચેલા સમવસરણમાં બિરાજમાન થઈ બારપર્ષદા મધ્યે પ્રથમ ધર્મદેશના આપે છે, ત્યારે “ થિ જે ગયા વફા” વગેરે વચને દ્વારા સર્વપ્રથમ આત્માના અસ્તિત્વનું અને સાથે સાથે એ આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. આ પ્રતિપાદનમાં જીવ-અજીવ, પુણ્ય–પાપ, આશ્રવ-સંવર, નિર્જરા બંધ અને મોક્ષ, એ નવેય તને ગર્ભિત રીતે સમાવેશ થઈ જાય છે.
નવત એ જ જૈનદર્શન સાપેક્ષભાવે વિચારવામાં આવે તે જૈનદર્શન એ નવત છે, નવત એ જૈનદર્શન છે. સમગ્ર દ્વાદશાંગી હોય અથવા દ્વાદશાંગીના બારમા દષ્ટિવાદ અંગના એક વિભાગ રૂપે ચૌદપૂર્વ હોય, પરંતુ