________________
ફર્મવાદ
૧૮૧
જીવે ગ્રહણ કરેલ કાર્મણ વર્ગણાને સમૂહ કાર્પણ શરીર નામકર્મના ઉદયથી કર્મરૂપે પરિણત થાય છે. તેને જ કામણ શરીર કહેવામાં આવે છે.
તેજસ અને કર્મણ બંને સૂક્ષ્મ શરીર છે અને જીવની સાથે તેમને અનાદિ સંબંધ છે. તાત્પર્ય કે તે વિગ્રહગતિમાં પણ સાથે જ રહે છે.
(૪) ઉપાંગ નામકર્મ–તેની ઉત્તરપ્રકૃતિએ ત્રણ છેઃ ઔદારિક ઉપાંગનામ, વૈક્રિય ઉપાંગનામ અને આહારક ઉપાંગનામ. મસ્તક, હાથ, પગ, પીઠ, ઉદર વગેરે ઉપાંગ કહેવાય છે. તે પ્રથમના ત્રણ શરીરને જ હોય છે. પછીનાં બે શરીરને હેતાં નથી.
(૫) બંધન નામકર્મ–પૂર્વે બાંધેલાં અને નવાં બંધાતાં કર્મને એક સાથે જોડે, એકમેક કરે તે બંધન નામકર્મ કહેવાય. આ કર્મની ઉત્તરપ્રકૃતિએ પાંચ છે? (૧) ઔદ્યારિક બંધનનામકર્મ (૨) વૈકિય બંધનનામકર્મ, (૩) આહારક બનનામકર્મ, () તેજસ બંધનનામકર્મ અને (૫) કાર્મણ બંધનનામકર્મ.
દરેક સંસારી જીવ બે, ત્રણ કે ચાર શરીરના એકી સાથે સંબંધવાળો પણ હોય છે, એટલે તે તે શરીરને યોગ્ય પુલે ગ્રહણ કરવાનું ચાલુ હોય છે અને તેથી ઉપરનાં પાંચ બંધન નામકર્મ ઉપરાંત બીજા દશ બંધનનામકર્મ પણ કહેવાય છે, તે આ પ્રમાણેઃ (૧) ઔદારિક