________________
કર્મવાદ
૧૬૭
પુદ્ગલ પરમાણુરૂપે પણ હોય છે અને સ્કંધરૂપે પણ હોય છે. તેમાં પરમાણુરૂપે રહેલા પુદગલને આત્મા ગ્રહણ કરી શકતું નથી, પરંતુ ધરૂપે રહેલા પુદ્ગલને ગ્રહણ કરી શકે છે. આ લોકમાં સ્કછે અનંતાનંત છે અને તેમની વર્ગણાઓ પાર વિનાની છે. તેમાંથી આત્મા અમુક વર્ગણોને ગ્રહણ કરી ઔદારિક શરીર બનાવે છે, અમુક વર્ગને ગ્રહણ કરી વૈકિય શરીર બનાવે છે. આ જ રીતે આહારક અને તૈજસ શરીર, ભાષા, શ્વાસરાષ્ટ્રવાસ વગેરેને લગતી વર્ગણાઓ ગ્રહણ કરીને તે તે વસ્તુઓનું નિર્માણ કરે છે અને કેટલીક વર્ગણુઓ એવી છે કે જેને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણુમાવે છે. આવી વર્ગણને કામણ વર્ગણ કહેવાય છે.
સમસ્ત લોકમાં પુદગલો ઠાંસી ઠાંસીને ભરેલાં છે અને અન્ય વર્ગણાઓની જેમ કામણવર્ગણ પણ સર્વત્ર વ્યાપેલી છે, તેથી ચૌદ રાજલોના કેઈ પણ ભાગમાં રહેલો આત્મા આ કાર્પણ વગણના પુદ્ગલોને તરત જ ગ્રહણ કરી શકે છે.
અહીં એ પણ સ્પષ્ટતયા સમજી લેવું જોઈએ કે કર્મણ વર્ગણાએ પિતાની મેળે આત્માને વળગી પડતી નથી, પણ આમા મિથ્યાત્વ આદિ કારણેને લીધે તેને પિતાના તરફ આકર્ષે છે અને તે આત્મપ્રદેશમાં ક્ષીર– નીરની જેમ ઓતપ્રેત થઈ જાય છે. તાત્પર્ય કે કર્મને ક્ત આત્મા છે અને તેનાં પરિણામે જે કંઈ દુઃખ, કષ્ટ